Kutch News: ખિદરત ટાપુ પાસે ડ્રોનનો કાટમાળ અને શંકાસ્પદ ASI સિસ્ટમ મળી આવતા એલર્ટ

May 12, 2026 - 01:00
Kutch News: ખિદરત ટાપુ પાસે ડ્રોનનો કાટમાળ અને શંકાસ્પદ ASI સિસ્ટમ મળી આવતા એલર્ટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના જખૌ નજીક આવેલા ખિદરત ટાપુ પાસે સ્ટેટ આઈબી (IB), એસઓજી (SOG) અને જખૌ મરીન પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન દરિયાકાંઠેથી શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને અહીંથી ડ્રોનનો કાટમાળ અને એક શંકાસ્પદ ASI સિસ્ટમ મળી આવી છે, જેના કારણે સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી ગઈ છે.

લોકેશન ટ્રેક સિસ્ટમથી સુરક્ષા એજન્સીઓ સતર્ક

પ્રાપ્ત વિગતો અનુસાર, જે ASI સિસ્ટમ મળી આવી છે તેનો ઉપયોગ સામાન્ય રીતે લોકેશન ટ્રેક કરવા અથવા લોકેશન જાણવા માટે કરવામાં આવતો હોય છે. સરહદી દરિયાઈ વિસ્તારમાં આવી ટેકનિકલ સિસ્ટમ અને ડ્રોનનો કાટમાળ મળવો એ સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર બાબત માનવામાં આવી રહી છે. આ સિસ્ટમ કોની છે અને ક્યાંથી અહીં પહોંચી તે દિશામાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ

આ ઘટનાને પગલે સરહદી વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી દીધી છે. સ્ટેટ આઈબી અને મરીન પોલીસ દ્વારા આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ કાટમાળ કોઈ જાસૂસી પ્રવૃત્તિનો ભાગ છે કે કેમ, તે જાણવા માટે એફએસએલ (FSL) અને અન્ય ટેકનિકલ નિષ્ણાતોની મદદ લેવાઈ રહી છે. હાલમાં સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ હાથ ધરવામાં આવી છે જેથી કોઈ મોટી અનિચ્છનીય પ્રવૃત્તિને અટકાવી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0