Kutch: 1 લાખનો મોંઘો ફોન પડાવી લેવા માટે બાઉન્સરે કરી યુવાનની હત્યા
અંજારના વરસામેડી સીમમાં રહેતા બે દીકરીના પિતાનું ગળું વેતરી મૃતદેહ કેનાલમાં ફેંકી દેનાર બીજું કોઈ નહીં પણ મૃતકે જેને રહેવા માટે રૂમ આપ્યો તે જ ઈસમે પોતાના સાગરીત સાથે મળીને મોંઘો મોબાઈલ પડાવી લેવાની લ્હાયમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક જે કંપનીમાં કામ કરી રહ્યો હતો, તે જ કંપનીમાં હત્યારો બાઉન્સરનું કામ કરતો હતો.ઈન્દ્રજીત ગુર્જર છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગૌડ અને તેની પત્ની પૂજા ગૌડ વેલસ્પન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી કરે છે. તેમના ભાડાના ઘરના એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઈન્દ્રજીત ગુર્જર છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો. ઈન્દ્રજીત પહેલવાનસિંહ ગુર્જર પણ વેલસ્પન કંપનીના સિક્યોરિટી વિભાગમાં બાઉન્સર તરીકે નોકરી કરે છે. શુક્રવારે બપોરે અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારેલા હતા. રાહુલ ગુરુવારે સાંજે 7 વાગ્યે નોકરી પરથી છૂટ્યા બાદ ગાયબ થયો હતો. પોલીસે હત્યા કરનાર ઈન્દ્રજીત ગુર્જરને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું કે રાહુલના મર્ડર કેસમાં ઈન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે, હત્યામાં સાથ આપનાર તેનો મિત્ર ધીરજકુમાર પોલીસના હાથ લાગ્યો નથી. 1 લાખની કિંમતના ફોને લીધો જીવ રાહુલે થોડાક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો 1 લાખની કિંમતનો અલ્ટ્રા 22 મોબાઈલ ફોન 50,000 રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદ્યો હતો. ઈન્દ્રજીતે આ ફોન 60-70 હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવ્યું હતું. મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતની ‘દાઢ’ સળકી હતી. તેણે થોડાંક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધીરજકુમારને અંજારમાં બોલાવ્યો અને નોકરીએ રખાવી દેવાનું વચન આપ્યું હતું. ઈન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું. ગુરૂવારે સાંજે હવાફેર કરવાના બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો હતો. ઈન્દ્રજીતે જાણ કરતાં ધીરજ પણ બનાવ સ્થળે પહોંચી આવ્યો હતો. બંને લોકોએ સેમસંગ ફોન લઈ તેનો પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો હતો. પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા બાદમાં ઈન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો અને ધીરજે તેના ગળામાં છરી વડે વાર કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે ઈન્દ્રજિતને પકડી લઈ આ ભેદી હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે વધુ વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કરનાર ધીરજકુમાર અને ઈન્દ્રજીત અગાઉ લખનૌમાં સાથે કામ કરતા હતા. ધીરજકુમાર અગાઉ દિલ્હીના એક મર્ડર કેસમાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. ધીરજને પકડી લેવા અંજાર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
![Kutch: 1 લાખનો મોંઘો ફોન પડાવી લેવા માટે બાઉન્સરે કરી યુવાનની હત્યા](https://epapercdn.sandesh.com/images/2025/02/10/fC9LynvWvZGKjKkxll6a2OMwawZx0ytMENnqRW0Z.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંજારના વરસામેડી સીમમાં રહેતા બે દીકરીના પિતાનું ગળું વેતરી મૃતદેહ કેનાલમાં ફેંકી દેનાર બીજું કોઈ નહીં પણ મૃતકે જેને રહેવા માટે રૂમ આપ્યો તે જ ઈસમે પોતાના સાગરીત સાથે મળીને મોંઘો મોબાઈલ પડાવી લેવાની લ્હાયમાં આ હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક જે કંપનીમાં કામ કરી રહ્યો હતો, તે જ કંપનીમાં હત્યારો બાઉન્સરનું કામ કરતો હતો.
ઈન્દ્રજીત ગુર્જર છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો
મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢનો વતની રાહુલ ગૌડ અને તેની પત્ની પૂજા ગૌડ વેલસ્પન કંપનીમાં અલગ અલગ યુનિટમાં નોકરી કરે છે. તેમના ભાડાના ઘરના એક રૂમમાં રાહુલનો હમવતની મિત્ર ઈન્દ્રજીત ગુર્જર છેલ્લા અઢી વર્ષથી રહેતો હતો. ઈન્દ્રજીત પહેલવાનસિંહ ગુર્જર પણ વેલસ્પન કંપનીના સિક્યોરિટી વિભાગમાં બાઉન્સર તરીકે નોકરી કરે છે. શુક્રવારે બપોરે અંજારના અરિહંતનગર પાછળની નર્મદા કેનાલમાંથી રાહુલનો મૃતદેહ મળી આવ્યો હતો. ગળા પર છરી જેવા તીક્ષ્ણ હથિયારના ત્રણ ઘા મારેલા હતા. રાહુલ ગુરુવારે સાંજે 7 વાગ્યે નોકરી પરથી છૂટ્યા બાદ ગાયબ થયો હતો. પોલીસે હત્યા કરનાર ઈન્દ્રજીત ગુર્જરને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું કે રાહુલના મર્ડર કેસમાં ઈન્દ્રજીત ગુર્જરની ધરપકડ કરી છે, હત્યામાં સાથ આપનાર તેનો મિત્ર ધીરજકુમાર પોલીસના હાથ લાગ્યો નથી.
1 લાખની કિંમતના ફોને લીધો જીવ
રાહુલે થોડાક સમય અગાઉ સેમસંગ ગેલેક્સી કંપનીનો 1 લાખની કિંમતનો અલ્ટ્રા 22 મોબાઈલ ફોન 50,000 રૂપિયામાં સેકન્ડ હેન્ડ ખરીદ્યો હતો. ઈન્દ્રજીતે આ ફોન 60-70 હજાર રૂપિયામાં વેચી આપી ફાયદો કરાવી આપશે તેમ રાહુલને જણાવ્યું હતું. મોંઘો ફોન જોઈને ઈન્દ્રજીતની ‘દાઢ’ સળકી હતી. તેણે થોડાંક સમય અગાઉ યુપીથી તેના મિત્ર ધીરજકુમારને અંજારમાં બોલાવ્યો અને નોકરીએ રખાવી દેવાનું વચન આપ્યું હતું. ઈન્દ્રજીતે ધીરજકુમાર જોડે મળીને આ મોબાઈલ ફોન લૂંટી લેવાનું કાવતરું ઘડ્યું હતું. ગુરૂવારે સાંજે હવાફેર કરવાના બહાને નર્મદા કેનાલ પાસે લઈ આવ્યો હતો. ઈન્દ્રજીતે જાણ કરતાં ધીરજ પણ બનાવ સ્થળે પહોંચી આવ્યો હતો. બંને લોકોએ સેમસંગ ફોન લઈ તેનો પાસવર્ડ જાણીને ફોન લઈ લીધો હતો.
પોલીસે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા
બાદમાં ઈન્દ્રજીતે રાહુલને પકડી રાખેલો અને ધીરજે તેના ગળામાં છરી વડે વાર કરી મૃતદેહ કેનાલમાં ફેંકી દીધો હતો. પોલીસે ઈન્દ્રજિતને પકડી લઈ આ ભેદી હત્યાનો ભેદ ઉકેલી લીધો હતો. આ બાબતે વધુ વિગતો આપતાં પોલીસે જણાવ્યું હતું કે, હત્યા કરનાર ધીરજકુમાર અને ઈન્દ્રજીત અગાઉ લખનૌમાં સાથે કામ કરતા હતા. ધીરજકુમાર અગાઉ દિલ્હીના એક મર્ડર કેસમાં પણ પોલીસ ચોપડે ચઢી ચૂક્યો છે. ધીરજને પકડી લેવા અંજાર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.