Kutch: સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી, બુટલેગર યુવરાજના જામીન નામંજૂર
યુવરાજ, નીતા દારુની ખેપ મારતા ઝડપાયા હતા બુટલેગર યુવરાજે કોર્ટમાં નિયમિત જામીન માંગ્યા હતા ભચાઉ સેશન્સ કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી ભચાઉમાં બુટલેગર દ્વારા પોલીસને ગાડીથી કચડી હત્યા કરવાનો પ્રયાસ કરવાના મામલામાં સસ્પેન્ડેડ સીઆઈડી મહિલા કોન્સેટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓના વકીલે સેશન્સ કોર્ટમાં જામીન માંગ્યા હતા. જે બાદ ભચાઉ સેશન્સ કોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈને બંને આરોપીઓના જામીન રદ કર્યા હતા. 1 જુલાઈના રોજ કથિત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂનું કન્સાઈન્મેન્ટ લઈ જતા છ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી ભાગવાનો પ્રયાસ કરવા બદલ, બૂટલેગર યુવરાજસિંહ અને સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર યુવરાજ ગાડી ચલાવી રહ્યો હતો ધરપકડ બાદ 3 જુલાઈના રોજના નીચલી કોર્ટના આદેશમાં, CRPCની કલમ 437 (1) (ii) હેઠળ ચૌધરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, આરોપી સગીર, મહિલા, બીમાર અથવા અશક્ત હોય તો જામીનની જોગવાઈ કરે છે. ત્યારબાદ કોર્ટે ટીપ્પણી કરી હતી કે, ચૌધરીને માત્ર કારમાં બેસવા માટે જામીન નકારી શકાય નહીં, જે ઘટના દરમિયાન કથિત રીતે જાડેજા દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી. પોલીસે આરોપીઓની કારમાંથી દારૂની 16 બોટલ અને બિયરના બે કેન જપ્ત કર્યા હતા – જેની કિંમત કુલ રૂ. 1,880 છે. બંને સામે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 427 અને 114 અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચૌધરીને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- યુવરાજ, નીતા દારુની ખેપ મારતા ઝડપાયા હતા
- બુટલેગર યુવરાજે કોર્ટમાં નિયમિત જામીન માંગ્યા હતા
- ભચાઉ સેશન્સ કોર્ટે બંનેની જામીન અરજી ફગાવી
ભચાઉમાં બુટલેગર દ્વારા પોલીસને ગાડીથી કચડી હત્યા કરવાનો પ્રયાસ કરવાના મામલામાં સસ્પેન્ડેડ સીઆઈડી મહિલા કોન્સેટેબલ નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ આરોપીઓના વકીલે સેશન્સ કોર્ટમાં જામીન માંગ્યા હતા. જે બાદ ભચાઉ સેશન્સ કોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઈને બંને આરોપીઓના જામીન રદ કર્યા હતા.
1 જુલાઈના રોજ કથિત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂનું કન્સાઈન્મેન્ટ લઈ જતા છ પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કરી ભાગવાનો પ્રયાસ કરવા બદલ, બૂટલેગર યુવરાજસિંહ અને સીઆઈડી કોન્સ્ટેબલ નીતા ચૌધરીની હત્યાના પ્રયાસના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
બુટલેગર યુવરાજ ગાડી ચલાવી રહ્યો હતો
ધરપકડ બાદ 3 જુલાઈના રોજના નીચલી કોર્ટના આદેશમાં, CRPCની કલમ 437 (1) (ii) હેઠળ ચૌધરીને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, આરોપી સગીર, મહિલા, બીમાર અથવા અશક્ત હોય તો જામીનની જોગવાઈ કરે છે. ત્યારબાદ કોર્ટે ટીપ્પણી કરી હતી કે, ચૌધરીને માત્ર કારમાં બેસવા માટે જામીન નકારી શકાય નહીં, જે ઘટના દરમિયાન કથિત રીતે જાડેજા દ્વારા કાર ચલાવવામાં આવી રહી હતી.
પોલીસે આરોપીઓની કારમાંથી દારૂની 16 બોટલ અને બિયરના બે કેન જપ્ત કર્યા હતા – જેની કિંમત કુલ રૂ. 1,880 છે. બંને સામે આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ), કલમ 427 અને 114 અને ગુજરાત પ્રોહિબિશન એક્ટ, 1949 ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચૌધરીને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.