Kutch: રાપરમાં પીવાના પાણીનો કકળાટ, 8 દિવસમાં એક વખત મળે છે પાણી
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની 40 હજારની વસ્તી અને 10 હજારથી વધુ પશુ ધન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપુરતા રહેતા પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.કેનાલ 10 દિવસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ 10 દિવસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી છે અને હજુ એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સુત્રોએ જણાવ્યું હતું. રાપર શહેરની વસતી ધરાવતા નગરના 7 વોર્ડને દરરોજ 6થી 7 એમએલડી પાણીની જરૂર છે. પરંતુ રાપર શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 10 દિવસથી અઠવાડિયે એક વાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખીયારીથી પાણી આપવામાં આવ્યું છે. રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે કકળાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા. ગત ટર્મની અણ આવડત અને ઘરની ઘોરાજી જેવા શાસન કરી ભાજપના જ શાસન દરમિયાન 2018માં લોકલ સ્ત્રોત માટે 5થી 6 બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી હતી, પરંતુ ગત ટર્મના શાસનકર્તાએ પાઈપ લાઈન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખાં મારવા મજબૂર કરી દીધા છે. રાપર શહેરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપનું શાસન રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોઢ ડહાપણ કરી પાણી માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલું નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ જતું હતું, તે પાણીની આવક બંધ કરી દીધી છે. રાપર શહેરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી, સફાઈ અને રખડતા ઢોરોની સમસ્યાની લોકોને ભેટ આપી છે. 24 વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા 22 વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ના હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલા શાસનકર્તાએ આપી છે. રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા હાલ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં કરાઈ નથી, માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થશે, પરંતુ કઈ કાલ તે કહેતા નથી. જો આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવશે એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી. અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા આ નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાનો અભરખો જાગતા રાપરમાં ઘામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી, આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે. જે ભાજપના મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુઘન પાણી વગર ટળવળે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાપર વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરની 40 હજારની વસ્તી અને 10 હજારથી વધુ પશુ ધન ધરાવતા આ શહેરમાં નગરપાલિકા સંચાલિત પાણી વિતરણ વ્યવસ્થા અપુરતા રહેતા પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે.
કેનાલ 10 દિવસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી
કચ્છની જીવાદોરી સમાન કચ્છ બ્રાન્ચ કેનાલ 10 દિવસથી રિપેરીંગ માટે બંધ કરવામાં આવી છે અને હજુ એક માસ સુધી બંધ રહેશે તેવું નર્મદા કેનાલના સુત્રોએ જણાવ્યું હતું. રાપર શહેરની વસતી ધરાવતા નગરના 7 વોર્ડને દરરોજ 6થી 7 એમએલડી પાણીની જરૂર છે. પરંતુ રાપર શહેરમાં એકાંતરા પાણી વિતરણ કરવામાં આવતું હતું. પરંતુ છેલ્લા 10 દિવસથી અઠવાડિયે એક વાર પાણી પુરવઠા બોર્ડ દ્વારા સામખીયારીથી પાણી આપવામાં આવ્યું છે.
રાપર શહેરમાં ભાજપની ગત ટર્મમાં પણ પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ હતી, ત્યારે કકળાટ થયો હતો અને શહેરીજનોએ આંદોલન કર્યા હતા. ગત ટર્મની અણ આવડત અને ઘરની ઘોરાજી જેવા શાસન કરી ભાજપના જ શાસન દરમિયાન 2018માં લોકલ સ્ત્રોત માટે 5થી 6 બોર અને બાદરગઢથી રાપર સુધીની પાણીની પાઈપ લાઈન નાખવામાં આવી હતી, પરંતુ ગત ટર્મના શાસનકર્તાએ પાઈપ લાઈન કાઢી નાખી અને જે રિઝર્વ બોર અને મોટરો બંધ કરી કાઢી નાખી હતી અને રાપર શહેરને માત્ર નર્મદા કેનાલ આધારિત પાણી માટે વલખાં મારવા મજબૂર કરી દીધા છે.
રાપર શહેરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપનું શાસન
રાપર શહેરના નગાસર તળાવને કેનાલ દ્વારા ભરવા માટે દોઢ ડહાપણ કરી પાણી માટે બનાવવામાં આવ્યું છે. પરંતુ હજુ સુધી એક પણ વખત છેલ્લા એક દાયકામાં ભરાયેલું નથી અને વરસાદના પાણી દ્વારા નગાસર તળાવ ભરાઈ જતું હતું, તે પાણીની આવક બંધ કરી દીધી છે. રાપર શહેરમાં છેલ્લા 24 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ છેલ્લા શાસનકર્તાએ શહેરના લોકોને પાણી, સફાઈ અને રખડતા ઢોરોની સમસ્યાની લોકોને ભેટ આપી છે. 24 વર્ષના શાસનમાં રાપર નગરપાલિકા દ્વારા 22 વર્ષના શાસનમાં ક્યારેય પાણીની સમસ્યા કે સફાઈ અને ઢોરોની સમસ્યા ના હતી તેટલી સમસ્યા છેલ્લે આવેલા શાસનકર્તાએ આપી છે.
રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા
હાલ રાપર શહેરમાં પાણીની મુખ્ય સમસ્યા છે તે હલ કરવા માટે રાપર શહેરના એક પણ નેતાઓ ભાજપ, કોંગ્રેસ કે આપ દ્વારા લેખિત રજૂઆત રાજ્ય સરકારમાં કરાઈ નથી, માત્ર મૌખિક રજૂઆતો કરવામાં આવે છે અને લોકોને આશ્ચર્યજનક આશ્વાસન આપી પાણી કાલે ચાલુ થશે, પરંતુ કઈ કાલ તે કહેતા નથી. જો આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવશે એટલે રાપરમાં કોણ શાસન કરશે તે નક્કી નથી.
અગાઉ શાસન કરી ગયેલા અને મુંબઈ રહેતા આ નેતાને પણ પુનઃ ભાજપની ટિકિટ માટે ચૂંટણી લડવાનો અભરખો જાગતા રાપરમાં ઘામા નાખ્યા છે અને નગરપાલિકાની સમસ્યાની રજૂઆત પોતાના શાસનની તાલુકા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી, આમ પોતાના શાસનની સમસ્યા પોતે રજૂઆત કરી રહ્યા છે. જે ભાજપના મોવડી મંડળે વિચારવું જોઈએ હાલ તો રાપરના લોકો અને પશુઘન પાણી વગર ટળવળે છે.