Kutch: પાણીની તંગી સર્જાશે! નાની સિંચાઈના 170 ડેમમાંથી 85 ડેમ તળિયા ઝાટક

Feb 19, 2025 - 19:30
Kutch: પાણીની તંગી સર્જાશે! નાની સિંચાઈના 170 ડેમમાંથી 85 ડેમ તળિયા ઝાટક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં ચોમાસા દરમ્યાન સારા એવા પ્રમાણમાં વરસાદ પડયો હતો, પરંતુ તેને કારણે વિવિધ નાના - મોટા ડેમ, તળાવોમાં વરસાદી પાણીનો સંગ્રહ જોઈએ તેટલા પ્રમાણમાં થયો ન હતો. તે સમયે પણ અડધોઅડધ ડેમો ખાલીખમ રહ્યા હતા. તે સમયે જ ઉનાળામાં પાણીની સ્થિતિ ડામડોળ થશે તેવી શક્યતાઓ ઉઠી હતી.

બાકીના 85 ડેમમાં હાલ 2461.69 એમસીએફટી પાણીનો સંગ્રહ

હવે આગામી દિવસોમાં ઉનાળાની સીઝન શરૂ થઈ રહી છે, ત્યારે ખાસ કરીને જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઈના 170 ડેમ પૈકીના અડધો અડધ એટલે કે 85 જેટલા ડેમ અત્યારથી જ તળિયા ઝાટક જોવા મળી રહ્યા છે. જ્યારે બાકીના 85 ડેમમાં હાલ 2461.69 એમસીએફટી પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે, જેને કારણે ખાસ કરીને ખેડૂતો માટે ઉનાળો કપરો જાય તેવી શક્યતાઓ નકારી શકાય નહીં.

કારણ કે, જિલ્લા પંચાયત હસ્તકના તમામ ડેમ સિંચાઈ માટે બનાવવામાં આવ્યા હોય તેમાંથી ખેડૂતોને પાક માટે પાણી આપવામાં આવતું હોય છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં અમુક તાલુકાઓમાં જ ખેડૂતોને ઉનાળુ પાક માટે સિંચાઈનું પાણી મળે તેવી શક્યતાઓ છે. જ્યારે બાકીના તાલુકાઓમાં ખેડૂતોએ પિયત ઉપર જ આધાર રાખવો પડશે. એક તરફ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકના વાવેતરનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે તો બીજી તરફ સિંચાઈના ડેમ ઉનાળા પહેલાં જ ખાલીખમ છે. નાની સિંચાઈના કુલ 170 ડેમમાંથી 85 ડેમમાં હાલે પાણી સીલ લેવલ કરતાં પણ નીચે છે. તે જોતાં આ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી.

170 ડેમની કુલ સંગ્રહશક્તિ અને હયાત પાણીનો જથ્થો

કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં 170 ડેમની કુલ સંગ્રહ શક્તિ 10691.81 એમસીએફટી છે જ્યારે મૃત સંગ્રહ શક્તિ 1287.57 એમસીએફટી છે. ગત ચોમાસમાં વિવિધ તાલકાઓમાં વરસાદ પણ સારો થયો હતો. પરંતુ આ વરસાદી પાણી ડેમ સુધી પહોંચ્યા ન હતા, પરિણામે ઉનાળાનાં પ્રારંભે આ ડેમોમાં હાલે 2461.69 એમસીએફટી પાણીનો જીવંત સંગ્રહ જોવા મળી રહ્યો છે.

ઉનાળાનાં પ્રારંભે જ તળિયા ઝાટક જોવા મળતાં ડેમો

હજુ તો ઉનાળાની શરૂઆત થઇ છે ત્યાં જ પાણીની સમસ્યા સામે આવે તેવી અત્યારથી જ ભીતિ સેવાઇ રહી છે. કારણ કે, જિલ્લા પંચાયત હસ્તકનાં નાની સિંચાઇનાં 170 ડેમમાંથી 85 ડેમ તળિયા ઝાટક છે, જેમાં ભુજ તાલુકાનાં 35 ડેમમાંથી 24 ડેમ, અંજારમાં 12 ડેમમાંથી 4 ડેમ, માંડવીમાં 21 ડેમમાંથી 1 ડેમ, નખત્રાણામાં 16 ડેમમાંથી 11 ડેમ, લખપતમાં 17 ડેમમાંથી 7 ડેમ, અબડાસાના 24 ડેમમાંથી 4, રાપરના 16 ડેમમાંથી 16 અને ભચાઉના 18માંથી 18 ડેમમાં સીલ લેવલ કરતાં પણ નીચુ પાણી જોવા મળી રહ્યું છે.

સીલ લેવલથી ઉપર ભરાયેલા ડેમની સંખ્યા

હાલનાં સમયે સીલ લેવલથી ઉપર ભરાયેલા ડેમમાં મુખ્યત્વે ભુજ તાલુકાના 11 ડેમ, અંજાર તાલુકાના 8 ડેમ, માંડવી તાલુકાના 20 ડેમ, મુન્દ્રા તાલુકાના 11 ડેમ, નખત્રાણા તાલુકાના 5 ડેમ, લખપત તાલુકાના 10 ડેમ, અબડાસા તાલુકાના 20 ડેમ મળી કુલ 85 ડેમનો સમાવેશ થાય છે. આ ડેમોમાંથી સિંચાઇ માટે પાણી આપી શકાય તેવી સ્થિતિ છે.

નાની સિંચાઈના તમામ ડેમોમાં હાલે પાણીનો જથ્થો

કચ્છમાં જિલ્લા પંચાયત હસ્તકનાં તમામ ડેમના હાલે હયાત પાણીનાં જથ્થો ઉપર નજર કરવામાં આવેતો ભુજના 35 ડેમમાં 145.83 એમસીએફટી, અંજારના 12 ડેમમાં 108.74 એમસીએફટી, માંડવીના 21 ડેમમાં 1264.87 એમસીએફટી, મુન્દ્રાના 11 ડેમમાં 414.27 એમસીએફટી, નખત્રાણાના 16 ડેમમાં 42.22 એમસીએફટી, લખપતના 17 ડેમમાં 126.02 એમસીએફટી, અબડાસાના 24 ડેમમાં 359.73 એમસીએફટી જ્યારે રાપરના 16 અને ભચાઉના 18 ડેમમા જીવંત જથ્થો નીલ જોવા મળી રહ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0