Kutch: કંડલામાંથી આધુનિક હથિયારના ફૂટેલા કારતૂસનો બિનવારસી જથ્થો ઝડપાયો

કચ્છના ગાંધીધામ નજીકથી આધુનિક હથિયારોના ફૂટેલા કારતૂસનો બિનવારસી જથ્થો ઝડપાયો છે. પૂર્વ કચ્છ SOG પોલીસએ બાતમી આધારે કાર્યવાહી કરી છે. કંડલાથી તુણા જતા હાઇવે પર આવેલા પુલ નીચે પાણીમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કોથળામાંથી 42 કિલ્લો જેટલા ફૂટેલા કારતૂસ મળી આવ્યા છે. આધુનિક બંદૂકોમાં વપરાતા ફૂટેલા કારતૂસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ માની રહી છે કે વિદેશ આયાત થયેલા સ્ક્રેપમાંથી જથ્થો નીકળ્યો હશે અને પોલીસ બચવા માટે કોઈએ અહીંયા ફેંકી દીધી હશે. હાલ પોલીસે 42 કિલો જેટલા ફૂટેલા કારતૂસ બુલેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવ્યા હતા કચ્છના કંડલા SEZમાંથી યુઝ્ડ ક્લોથની ગાંસડીમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી મચી હતી. વિદેશથી આયાત થયેલ માલમાંથી ફ્લેક્સ સેપેરસ કંપનીના શ્રમિકને હેડગ્રેનેડ મળ્યો હતો. કચ્છના કંડલા SEZમાંથી યુઝ્ડ ક્લોથની ગાંસડીમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી મચી હતી. વિદેશથી આયાત થયેલ માલમાંથી ફ્લેક્સ સેપેરસ કંપનીના શ્રમિકને હેડગ્રેનેડ મળ્યો છે. પોલીસે મળેલા યુએસ આર્મીના હેન્ડગ્રેનેડનો કબજે કર્યો છે. પોલીસે તપાસ માટે નિષ્ણાતોની ટીમને‌ ઘટનાસ્થળે બોલાવી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ કંડલા SEZમાંથી કપડાની ગાંસડીઓમાંથી હથિયાર, વિદેશી નાણા અને જ્વેલરી મળી આવી હતી. અમદાવાદથી ઝડપાયો 195 કિલો ગાંજો બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી 195 કિલો જેટલો 42.86 લાખનો ગાંજો ઝડપાયો હતો. જેમાં એક નેપાળ, 2 અમદાવાદ અને ઓડિશાનાં 4 સહીત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગાંજો મંગાવનાર મુખ્ય 2 આરોપી અમદાવાદના હોવાનું સામે આવ્યુ છે. ઓડિશાથી બાય રોડ અમદાવાદ ગાંજો લવાતો હતો. સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવતા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી.

Kutch: કંડલામાંથી આધુનિક હથિયારના ફૂટેલા કારતૂસનો બિનવારસી જથ્થો ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના ગાંધીધામ નજીકથી આધુનિક હથિયારોના ફૂટેલા કારતૂસનો બિનવારસી જથ્થો ઝડપાયો છે. પૂર્વ કચ્છ SOG પોલીસએ બાતમી આધારે કાર્યવાહી કરી છે. કંડલાથી તુણા જતા હાઇવે પર આવેલા પુલ નીચે પાણીમાં ફેંકી દેવાયેલા પ્લાસ્ટિકના કોથળામાંથી 42 કિલ્લો જેટલા ફૂટેલા કારતૂસ મળી આવ્યા છે. આધુનિક બંદૂકોમાં વપરાતા ફૂટેલા કારતૂસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ માની રહી છે કે વિદેશ આયાત થયેલા સ્ક્રેપમાંથી જથ્થો નીકળ્યો હશે અને પોલીસ બચવા માટે કોઈએ અહીંયા ફેંકી દીધી હશે. હાલ પોલીસે 42 કિલો જેટલા ફૂટેલા કારતૂસ બુલેટનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવ્યા હતા

કચ્છના કંડલા SEZમાંથી યુઝ્ડ ક્લોથની ગાંસડીમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી મચી હતી. વિદેશથી આયાત થયેલ માલમાંથી ફ્લેક્સ સેપેરસ કંપનીના શ્રમિકને હેડગ્રેનેડ મળ્યો હતો.

કચ્છના કંડલા SEZમાંથી યુઝ્ડ ક્લોથની ગાંસડીમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી મચી હતી. વિદેશથી આયાત થયેલ માલમાંથી ફ્લેક્સ સેપેરસ કંપનીના શ્રમિકને હેડગ્રેનેડ મળ્યો છે. પોલીસે મળેલા યુએસ આર્મીના હેન્ડગ્રેનેડનો કબજે કર્યો છે. પોલીસે તપાસ માટે નિષ્ણાતોની ટીમને‌ ઘટનાસ્થળે બોલાવી કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ કંડલા SEZમાંથી કપડાની ગાંસડીઓમાંથી હથિયાર, વિદેશી નાણા અને જ્વેલરી મળી આવી હતી.

અમદાવાદથી ઝડપાયો 195 કિલો ગાંજો

બીજી તરફ આ અગાઉ અમદાવાદમાંથી 195 કિલો જેટલો 42.86 લાખનો ગાંજો ઝડપાયો હતો. જેમાં એક નેપાળ, 2 અમદાવાદ અને ઓડિશાનાં 4 સહીત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર ગાંજો મંગાવનાર મુખ્ય 2 આરોપી અમદાવાદના હોવાનું સામે આવ્યુ છે. ઓડિશાથી બાય રોડ અમદાવાદ ગાંજો લવાતો હતો. સૂકવેલા ગાંજાનો પાવડર મોટી માત્રામાં મળી આવતા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી હતી.