Khyati Hospital કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ Video

હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે ત્યારે આ ઘટનાને લઇ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ પ્રથમ પ્રતિક્રિયા સામે આપી હતી. જેમાં તેઓએ સમગ્ર ઘટનાને લઇ વાત કરી હતી.ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું હતુ કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે.અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.

Khyati Hospital કૌભાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રથમ પ્રતિક્રિયા, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

હાલ બહુચર્ચિત ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ રાજ્યભરમાં વિવિધ ચર્ચાઓ જાગી છે ત્યારે આ ઘટનાને લઇ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવીએ પ્રથમ પ્રતિક્રિયા સામે આપી હતી. જેમાં તેઓએ સમગ્ર ઘટનાને લઇ વાત કરી હતી.

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડને લઇ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ  જણાવ્યું હતુ કે ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સામેલ તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં 19 દર્દીની એન્જિયોગ્રાફી કરી અને એમાંથી 7 દર્દીની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, જે પૈકીના બે દર્દીનાં મોત નીપજતાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. તમામ દર્દીઓને વિવિધ રિપોર્ટના નામે અમદાવાદ લાવી એન્જિયોગ્રાફી અને અને એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.