Khyati Hospital કેસમાં ચોકાવનારો ખુલાસો, 2 નહીં પણ 5 લોકોની મોતની સર્જરી

અમદાવાદની બહુચર્ચીત ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખૂલ્યું છે. બોરીસણાના 2 દર્દી સહિત કુલ 5 મોત થયાનું સામે આવ્યું છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે જે ઘટસ્ફોટ થયો તે ખરેખર ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ, કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં 2 દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. હવે ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખૂલ્યું છે.4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસોખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. વાસ્તવમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આ સાથે આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો આ તમામ ફાઈલ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મોકલાવામાં આવી હતી. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલમાં 5 દર્દીના મોત મામલે તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે.7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીંખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોતના આંકડા વધી રહ્યા છે, સંચાલકો છુપાઈને ફરે છે. 7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં અને સંચાલકો પોલીસ પકડથી દૂર છે. 7 દિવસ બાદ પણ પોલીસ માત્ર એક જ આરોપીને પકડી શકી છે. મીડિયા સામે બાઈટ આપનાર ચિરાગથી પોલીસ શરમાય છે. ચિરાગ પોલીસને હાથતાળી આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.માત્ર 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોપ્લાસ્ટીખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 100 કરોડનો ખેલ કર્યો છે. માત્ર 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોપ્લાસ્ટી કરી છે. માત્ર ડો. વજીરાણી જ રોજની 5 સર્જરી કરતો હતો. ઘૂંટણના દુખાવાના દર્દીની પણ એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી થઈ ! ખુદ વજીરાણીએ સ્વીકાર્યું કે - રોજની 5 એન્જિયોગ્રાફી કરતો હતો. વજીરાણીએ અત્યાર સુધીમાં 7 હજાર સર્જરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વજીરાણીએ કરેલા ઓપરેશનની ફાઈલ એકત્ર કરવાનું શરૂ કર્યું છે.

Khyati Hospital કેસમાં ચોકાવનારો ખુલાસો, 2 નહીં પણ 5 લોકોની મોતની સર્જરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદની બહુચર્ચીત ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે. મહેસાણા આરોગ્ય વિભાગની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખૂલ્યું છે. બોરીસણાના 2 દર્દી સહિત કુલ 5 મોત થયાનું સામે આવ્યું છે. 

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન હવે જે ઘટસ્ફોટ થયો તે ખરેખર ચોંકાવનારો છે. મળતી માહિતી મુજબ, કડી તાલુકાના બોરીસણામાં મેડીકલ ચેકઅપ કેમ્પ યોજીને એસ જી હાઇવે પર આવેલી ખ્યાતી હોસ્પિટલના તબીબોએ 19 દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર અપાવવાનું કહીને 17 દર્દીઓને એન્જિયોગ્રાફી અને બે દર્દીઓને સ્ટેન્ટ મુકવાના ઓપરેશન કર્યા હતા. જેમાં 2 દર્દીઓના મોત નીપજતા સમગ્ર હોબાળો થયો હતો. હવે ખ્યાતિ હોસ્પિટલ મોતની સર્જરીમાં મોતનો આંકડો વધ્યો છે. કડીના 2 નહીં પણ કુલ 5 લોકોના મોત થયાનું ખૂલ્યું છે.

4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો

ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં દરરોજ નવી અપડેટ અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. વાસ્તવમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડૉ.પ્રશાંત વજીરાણીએ 4 વર્ષમાં 7 હજાર સર્જરી કરી હોવાનો ખુલાસો થયો છે. આ સાથે આરોપીએ 42 દિવસમાં 221 એન્ડિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરી હતી તો આ તમામ ફાઈલ આયુષ્યમાન યોજનાનો લાભ લેવા મોકલાવામાં આવી હતી. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલમાં 5 દર્દીના મોત મામલે તપાસ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની તપાસ શરૂ કરી છે.

7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં

ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. મોતના આંકડા વધી રહ્યા છે, સંચાલકો છુપાઈને ફરે છે. 7 દિવસ બાદ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટના કોઈ ઠેકાણા નહીં અને સંચાલકો પોલીસ પકડથી દૂર છે. 7 દિવસ બાદ પણ પોલીસ માત્ર એક જ આરોપીને પકડી શકી છે. મીડિયા સામે બાઈટ આપનાર ચિરાગથી પોલીસ શરમાય છે. ચિરાગ પોલીસને હાથતાળી આપીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

માત્ર 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોપ્લાસ્ટી

ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજના હેઠળ 100 કરોડનો ખેલ કર્યો છે. માત્ર 42 દિવસમાં ધડાધડ 221 એન્જિયોપ્લાસ્ટી કરી છે. માત્ર ડો. વજીરાણી જ રોજની 5 સર્જરી કરતો હતો. ઘૂંટણના દુખાવાના દર્દીની પણ એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી થઈ ! ખુદ વજીરાણીએ સ્વીકાર્યું કે - રોજની 5 એન્જિયોગ્રાફી કરતો હતો. વજીરાણીએ અત્યાર સુધીમાં 7 હજાર સર્જરી કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વજીરાણીએ કરેલા ઓપરેશનની ફાઈલ એકત્ર કરવાનું શરૂ કર્યું છે.