Khedbrahmaમાં ભરચોમાસે પાણી માટે વલખાં, સંપ વરસાદી પાણીમાં ગરકાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર તારાજી જોવા મળી છે. મોડી રાતથી અવિરત વરસાદને પગલે પાણીના સંપમાં ફરી પાણી ભરાયા છે. 25 લાખ લિટરના સંપમાં નદી સહિત ગટરના પાણી ઘૂસી જતા નુકસાન થયું છે. સંપમાં પાણીનો પ્રવાહ ઘૂસી જતા ફરી એકવાર ખેડબ્રહ્મા શહેર પાણીથી વંચિત રહશે. સંપમાં રહેલ ઇલેક્ટ્રિક મોટરો સહિતના સામાનને મોટું નુકસાન થયું છે.
સંપમાં નદી સહિત ગટરના પાણી ઘૂસી ગયા
ખેડબ્રહ્મામાં ભારે વરસાદના પગલે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અગાઉ વર્ષેલા વરસાદને લઈ સંપની ફરતે બનાવાયેલી પ્રોટેક્શન દિવાલ વરસાદી ધરાશાઈ થઈ હતી. મોડી અવિરત વરસાદને પગલે પાણીના સંપમાં ફરી પાણી ભરાયા છે. સંપમાં પાણીનો પ્રવાહ ઘૂસી જતા ફરીએકવાર ખેડબ્રહ્મા શહેર અગાઉના દિવસોમાં પાણીથી વંચિત રહેશે.
ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ભારે ઘોડાપૂર આવ્યું
ખેડબ્રહ્મા તાલુકામાં મોડી રાત્રે વરસી રહેલા ધોધમાર વરસાદથી હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું છે, હરણાવ નદી ભયજનજક સપાટીથી વહી રહી હોવાથી નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે, અને નદી કિનારે નહી જવા માટે સૂચના આપવામાં આવી છે, વધુ વરસાદના કારણે તંત્ર પણ એલર્ટ મોડમાં છે.
What's Your Reaction?






