Khedaના નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંની પોલીસને આશંકા !
ખેડાના નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હોવાની વાત સામે આવી છે,દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે,લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી આ મોત થયા હોવાની વાત સામે આવી છે,જયારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોત જવાહર નગરના 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા શોકની લાગણી છવાઈ છે,ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયું હોઈ શકે છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,કયા કારણોસર મોત થયું તેની સાચી માહિતી હાલ તો સામે આવી નથી પરંતુ પરિવારજનોનો એવો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયા છે,પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે. કોના-કોના થયા મોત 01-યોગેશ કુમાર ગંગારામ કુશવાહ -40 વર્ષ પરી હાઉસ,એસ.આર.પી,નડિયાદ 02-રવીન્દ્ર જીણાભાઈ રાઠોડ -50 વર્ષ રહે, હાઉસિંગ બોર્ડ ,જવાહરનગર પાસે ,નડિયાદ 03-કનુભાઈ ધનજીભાઈ ચોહાણ-59 વર્ષ જલારામ નગર સોસાયટી , મંજીપુરા રોડ, નડિયાદ FSLની ટીમે લીધા સેમ્પલ ઘટનાની જાણ થતાની સાથે જ એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના લોહીના સેમ્પલ પણ લીધા છે,પોલીસનું કહેવું છે કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે ત્યારે આવી ઘટના બનતા સૂત્રોનું એવું કહેવું છે કે તમામ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા હતા,દેશી દારૂના વેચાણને લઈ પોલીસ અજાણ હશે કે શું તેવો સવાલ પણ થાય છે,ત્યારે પરિવારને જ ખબર હશે કે તેમના પર કેવો દુખનો પહાડ હશે. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.
![Khedaના નડિયાદમાં દારૂ પીવાથી 3 લોકોના શંકાસ્પદ મોત, લઠ્ઠાકાંની પોલીસને આશંકા !](https://epapercdn.sandesh.com/images/2025/02/10/WPoOlwIJhgOZVcGGk0DLZBiX7zTZsTj4ykYb73Pd.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના નડિયાદના જવાહરનગરમાં ત્રણ વ્યકિતના શંકાસ્પદ મોત થયા હોવાની વાત સામે આવી છે,દારૂ પીવાથી ત્રણ લોકોના મોત થયા હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે,લઠ્ઠાવાળો દારૂ પીધો હોવાથી આ મોત થયા હોવાની વાત સામે આવી છે,જયારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે અને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો છે.
નડિયાદમાં ત્રણ વ્યક્તિઓના શંકાસ્પદ મોત
જવાહર નગરના 3 વ્યક્તિઓના શંકાસ્પદ મોત થતા શોકની લાગણી છવાઈ છે,ત્યારે પરિવારજનોનો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયું હોઈ શકે છે,ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,કયા કારણોસર મોત થયું તેની સાચી માહિતી હાલ તો સામે આવી નથી પરંતુ પરિવારજનોનો એવો આક્ષેપ છે કે,દેશી દારૂ પીવાથી આ મોત થયા છે,પોલીસે પરિવારજનોના નિવેદન પણ લીધા છે.
કોના-કોના થયા મોત
01-યોગેશ કુમાર ગંગારામ કુશવાહ -40 વર્ષ
પરી હાઉસ,એસ.આર.પી,નડિયાદ
02-રવીન્દ્ર જીણાભાઈ રાઠોડ -50 વર્ષ
રહે, હાઉસિંગ બોર્ડ ,જવાહરનગર પાસે ,નડિયાદ
03-કનુભાઈ ધનજીભાઈ ચોહાણ-59 વર્ષ
જલારામ નગર સોસાયટી , મંજીપુરા રોડ, નડિયાદ
FSLની ટીમે લીધા સેમ્પલ
ઘટનાની જાણ થતાની સાથે જ એફએસેલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના લોહીના સેમ્પલ પણ લીધા છે,પોલીસનું કહેવું છે કે પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ સામે આવશે ત્યારે આવી ઘટના બનતા સૂત્રોનું એવું કહેવું છે કે તમામ દેશી દારૂના અડ્ડા ટપોટપ બંધ થઈ ગયા હતા,દેશી દારૂના વેચાણને લઈ પોલીસ અજાણ હશે કે શું તેવો સવાલ પણ થાય છે,ત્યારે પરિવારને જ ખબર હશે કે તેમના પર કેવો દુખનો પહાડ હશે. મૃત્યુ પામેલાઓને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું છે.