Kheda News: ચકલાસી નગરપાલિકામાં ભાજપના 22 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી

Jul 29, 2025 - 11:00
Kheda News: ચકલાસી નગરપાલિકામાં ભાજપના 22 સભ્યોએ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. નગરપાલિકાના પ્રમુખ સામે ભાજપના જ સભ્યોએ બળવો પોકાર્યો છે. પ્રમુખ સભ્યો સાથે સંકલન નહીં કરતા હોવાના આક્ષેપ સાથે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ ધર્મેશ વાઘેલા વિરૂદ્ધ ભાજપના 22 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે.

ચૂંટાયેલા સભ્યો સાથે સંકલન ન કરતા હોવાનો આક્ષેપ

ખેડા જિલ્લાની ચકલાસી નગરપાલિકામાં ભાજપના સભ્યોએ પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. પાલિકા પ્રમુખ ધર્મેશ વાઘેલા કામ બાબતે ભાજપના ચૂંટાયેલા સભ્યો સાથે સંકલન નહીં કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સભ્યોનો એવો પણ આક્ષેપ હતો કે, પાલિકા પ્રમુખ લોકોના હિતના પ્રશ્નો ઉકેલતા નથી. કોઈપણ વિકાસના કામોનું આયોજન પણ કરતા નથી તેવો ભાજપના સભ્યોએ આક્ષેપ કર્યો છે. પાલિકા પ્રમુખ મનસ્વી રીતે નિર્ણય લેતા હોવાની પણ રજૂઆત કરાઈ છે.

પ્રમુખ સામે 22 સભ્યોએ કરી અવિશ્વાસની દરખાસ્ત

પાલિકા પ્રમુખ ધર્મેશ વાઘેલાના મનસ્વી વર્તન સામે ભાજપના ચૂંટાયેલા સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ચકલાસી નગર પાલિકામાં ભાજપના 22 સભ્યોએ સહી સાથે અવિશ્વાસની દરખાસ્ત કરતા રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વિકાસની વાતો કરતા ભાજપમાં ભાજપના જ સભ્યો દ્વારા બંડ પોકારવામાં આવ્યો છે. લોકોના કામો નહીં થતા હોવાનો પણ આક્ષેપ કરાયો છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0