Kheda: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપમાં ગાબડું

Jan 26, 2025 - 17:00
Kheda: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ખેડા ભાજપમાં ગાબડું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવીને ઊભી છે ત્યારે હવે પક્ષોમાં અદલાબદલીના ખેલ શરૂ થઈ ગયા છે. જે સ્વાભાવિક બની ગયું છે. ત્યારે ખેડાથી ભાજપના પાંચ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે તેવા અહેવાલ પ્રાપ્ત થયા છે.

કપડવંજ તાલુકાના ભાજપ આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

ખેડામાં તાલુકા પંચાયત અને પાલિકાની સામાન્ય ચૂંટણીઓ આગામી સમયમાં યોજાશે. આ દરમિયાન કપડવંજ તાલુકાના ભાજપના આગેવાનોએ કેસરીયો છોડી પંજો પકડ્યો છે. આ નેતાઓમાં 2 પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય સહિત 5 આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ નેતાઓ ભાજપમાં અસંતોષના કારણે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે.

ભાજપમાં અસંતોષ અને અવગણનાથી પક્ષપલટો

આગામી સમયમાં આવનારી તાલુકા પંચાયતની સામાન્ય અને પાલિકાની પેટા ચૂંટણી સમયે ભાજપ નેતાઓ દ્વારા કોંગ્રેસનો ખેસ ધારણ કરતા રાજકારણ ગરમાયુ છે. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બિમલ શાહ, પૂર્વ કપડવંજ ધારાસભ્ય, વગેરે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં પાંચ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા હતા. ત્યારે પક્ષમાં એવું પાન ચર્ચાઇ રહ્યું છે કે ભાજપમાં અસંતોષ અને અવગણનાને કારણે ભાજપ છોડી કોંગ્રેસમાં પક્ષપલટો કર્યો છે.

પક્ષ પલટો કરનાર 5 આગેવાનો.

1) રમેશભાઈ બાજીભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય - જલોયા ગામ

2) અંકિતકુમાર નગીનભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય - તોરણ

3) પ્રથમેશભાઈ પટેલ - નવાગામ

4) હિન્દ વિક્રમભાઈ પટેલ - તોરણ

5) જીમિતભાઈ પટેલ - નવાગામ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0