Kheda: વસો દુષ્કર્મના આરોપીને પોક્સો કોર્ટેમાં કરાયો રજૂ, 4 દિવસના રિમાન્ડ મંજૂર
ખેડાના જિલ્લાના વસો તાલુકાના ચકચારી દુષ્કર્મ કરનારા આરોપીને આજે નડિયાદ પોક્સો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપી ચંદ્રકાંત પટેલને નડિયાદની સ્પેશિયલ પૉક્સોકોર્ટમાં રજુ કરીને પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.આરોપી ચંદ્રકાંત પટેલે 3 સગીરા પર દુષ્કર્મ અને એક બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા જો કે પોક્સો કોર્ટે આરોપીના ચાર દિવસ એટલે કે 19 ઑક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આરોપીએ સગીરવયની ત્રણ દીકરીઓ પર દુષ્કર્મ અને એક દીકરી સાથે અડપલા કર્યા હોવાના ગુન્હામાં પોલીસ દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે આરોપી ચંદ્રકાંત પટેલને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. પોલીસે આરોપીની બરાબર સર્વિસ કરી હોય તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. 8થી 11 વર્ષની 3 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું તમને જણાવી દઈએ કે વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં આધેડ વયના પુરુષે સગીર વયની 3 બાળકીઓને પીંખી નાખી હતી. એક બાદ એક એમ 8થી 11 વર્ષની 3 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ચાર અલગ અલગ બાળકીઓ પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે આ આરોપી ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે અપરિણીત છે અને એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટીંગનું કામ કરે છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી તેનો મોબાઈલ કબ્જે લઈ લીધો હતો. જેમાં અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા હતા. માનસિક વિકૃતિ ધરાવે છે નરાધમ આરોપી આરોપી ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલ 54 વર્ષનો છે અને તે માનસિક વિકૃતિ ધરાવે છે. આ સમગ્ર બનાવ કેવી રીતે પ્રકાશમાં આવ્યો તે પુછતા તેણે સમગ્ર હકીકત જણાવતાં કહ્યું કે, છેલ્લા એક વર્ષથી આ ચંદ્રકાંત પોતે ગામમાં પોતાના આડોશપાડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો અને બાદમાં દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં એક બાળકી દ્વારા સમગ્ર ઘટનાને લઈને તેની માતાને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો. જે બાદ તપાસ કરતા અન્ય 3 જેટલી કુમળી બાળાઓ પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડાના જિલ્લાના વસો તાલુકાના ચકચારી દુષ્કર્મ કરનારા આરોપીને આજે નડિયાદ પોક્સો કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આરોપી ચંદ્રકાંત પટેલને નડિયાદની સ્પેશિયલ પૉક્સોકોર્ટમાં રજુ કરીને પોલીસ દ્વારા સાત દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી.
આરોપી ચંદ્રકાંત પટેલે 3 સગીરા પર દુષ્કર્મ અને એક બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હતા
જો કે પોક્સો કોર્ટે આરોપીના ચાર દિવસ એટલે કે 19 ઑક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમને જણાવી દઈએ કે આરોપીએ સગીરવયની ત્રણ દીકરીઓ પર દુષ્કર્મ અને એક દીકરી સાથે અડપલા કર્યા હોવાના ગુન્હામાં પોલીસ દ્વારા ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે આરોપી ચંદ્રકાંત પટેલને ચાલવામાં મુશ્કેલી પડી રહી હતી. પોલીસે આરોપીની બરાબર સર્વિસ કરી હોય તે વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે.
8થી 11 વર્ષની 3 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું
તમને જણાવી દઈએ કે વસો પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા એક ગામમાં આધેડ વયના પુરુષે સગીર વયની 3 બાળકીઓને પીંખી નાખી હતી. એક બાદ એક એમ 8થી 11 વર્ષની 3 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ચાર અલગ અલગ બાળકીઓ પૈકી 3 પર દુષ્કર્મ તો અન્ય એક પર છેડતી કરી હોવાની માહિતી પોલીસે આપી છે. પોલીસે આ આરોપી ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે અપરિણીત છે અને એકલવાયું જીવન ગાળતો હતો અને પોતે પેઈન્ટીંગનું કામ કરે છે, ત્યારે પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી તેનો મોબાઈલ કબ્જે લઈ લીધો હતો. જેમાં અશ્લીલ વીડિયો પણ મળી આવ્યા હતા.
માનસિક વિકૃતિ ધરાવે છે નરાધમ આરોપી
આરોપી ચંદ્રકાંત ડાહ્યાભાઈ પટેલ 54 વર્ષનો છે અને તે માનસિક વિકૃતિ ધરાવે છે. આ સમગ્ર બનાવ કેવી રીતે પ્રકાશમાં આવ્યો તે પુછતા તેણે સમગ્ર હકીકત જણાવતાં કહ્યું કે, છેલ્લા એક વર્ષથી આ ચંદ્રકાંત પોતે ગામમાં પોતાના આડોશપાડોશમાં રહેતી નાની કુમળી વયની દીકરીઓને ચોકલેટ, બિસ્કીટની લાલચ આપી પોતાના ઘરે બોલાવતો અને બાદમાં દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં એક બાળકી દ્વારા સમગ્ર ઘટનાને લઈને તેની માતાને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો. જે બાદ તપાસ કરતા અન્ય 3 જેટલી કુમળી બાળાઓ પર આ રીતે દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું હતું.