Khedaના મહેમદાવાદમાં ખેલાયો ખૂની ખેલ, તીક્ષ્ણ હથિયારથી આધેડની કરપીણ હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લામાં અસમાજિક તત્વોનો આંતક વધી રહ્યો છે. સામાન્ય બબાલમાં લોકો હવે લોકો મારામારી નહી હત્યા જેવું હિચકારું કૃત્ય કરવા લાગ્યા છે. ખેડાના મહેમદાવાદમાં ગત રોજ ખૂની ખેલ ખેલાયો. મહેમદાવાદમાં આધેડ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરાયો. અજાણ્યા શખ્સ દ્વારા કરાયેલ ઘાતકી હુમલામાં આધેડ ગંભીરરીતે ઘાયલ થયા. ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળ પર આધેડનું મોત નિપજયું. આધેડની હત્યા મામલે વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.
ઇજાના પગલે આધેડનું મોત નિપજયું
મહેમદાવાદમાં આધેડની હત્યાને લઈને પોલીસ તપાસ હાથ ધરી. ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ દાવડા ગામના રણછોડપુરા વિસ્તારમાં એક આધેડ પર અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કર્યો. આ આધેડનું નામ સલીમ મલેક હોવાનું સામે આવ્યું છે. સલીમ મલેકનું લોહી લુહાણ હાલતમાં અંતિમ ઘડીનો વિડીયો પણ સામે આવ્યો છે. સલીમ મલેકના પેટ અને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરાતા ગંભીર ઇજા પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળ પર મહેમદાવાદના સલીમઉદ્દિન મલેકનું કરૂણ મોત નીપજ્યું.
પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી
ગતરાત્રિએ 9 વાગ્યાની આસપાસ મહેમદાવાદમાં આધેડ પર હુમલાની આ ઘટના બની હતી.ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો. વસો પી.આઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોચ્યા અને આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં મોકલ્યો. આધેડની કરપીણ હત્યા કરનાર આરોપીઓની શોધખોળ માટે વસો પોલીસે ચક્રો ગતિમાન કર્યા.
What's Your Reaction?






