Karnataka: કોડાગુમાં બોટ પલટી જતાં સુરતના દંપતીનું મોત, બે બાળકોનો બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કર્ણાટકના કોડાગુ જિલ્લામાં શુક્રવારે સાંજે દુઃખદ ઘટના બની હતી. કુશલનગર નજીક હારંગી જળાશયના બેકવોટરમાં સાહસિક જળક્રીડા દરમિયાન સુરતના એક પ્રવાસી દંપતીનું બોટ પલટી જતાં ડૂબી જવાથી મોત થયું હતું. અકસ્માત સમયે બોટમાં સવાર તેમનાં બે બાળકોનો સ્થાનિક લોકોએ સુરક્ષિત બચાવ કર્યો હતો.
સુરતના દંપતીનાં મોત
મૃતકોની ઓળખ 50 વર્ષીય ધર્મેશ અને તેમની 48 વર્ષીય પત્ની નિમ્મી તરીકે થઈ છે. પરિવાર પ્રવાસ માટે કર્ણાટકના કોડાગુ જિલ્લામાં ગયો હતો. જળક્રીડા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
તીવ્ર વળાંક લેતાં બોટનું સંતુલન બગડ્યું
પ્રાથમિક માહિતી મુજબ, સાંજે આશરે 6 વાગ્યે એલિફન્ટ કેમ્પ નજીક બોટ તીવ્ર વળાંક લઈ રહી હતી. આ દરમિયાન બોટ સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ હતી. બોટમાં ચારેય વ્યક્તિઓ સવાર હતાં.
લાઇફ જેકેટ હોવા છતાં દંપતી ડૂબ્યું
અકસ્માતમાં પરિવારના ચારેય સભ્યોએ લાઇફ જેકેટ પહેર્યાં હતાં. તેમ છતાં ધર્મેશ અને નિમ્મી બોટની નીચે ફસાઈ ગયાં હતાં અને ડૂબી જવાથી તેમનાં મોત થયાં હતાં. બીજી તરફ, સ્થાનિક રહીશોએ બંને બાળકોને બચાવી લીધાં હતાં.પોલીસે તપાસ શરૂ કરી
ઘટનાની જાણ થતાં કુશલનગર ગ્રામ્ય પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કેસ નોંધીને બોટ પલટી જવાના કારણો અને સમગ્ર અકસ્માતની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Gujarat: PM Modiના પ્રવાસ વચ્ચે ગુજરાત ભાજપમાં રાજકીય હલચલ, એરપોર્ટ પર સ્વાગત માટે આ પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો હાજર
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

