Kalupur Railway Station: કાલુપુરનું પ્લેટફોર્મ નંબર 7થી9 કરાશે બંધ, અહીંથી ઉપડશે ટ્રેનો
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું હાલ રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જો હવે તમે અમદાવાદથી રેલવેમાં મુસાફરી કરવાના હોવ તો, કાલુપુર સ્ટેશન નહી પણ હવે તમારે સાબરમતી કે વટવા જવુ પડશે. કારણ કે ઉત્તરાયણ પછી પ્લેટફોર્મ નંબર 7 થી 9 બંધ કરવામાં આવશે. જેથી આ પ્લેટફોર્મ પરથી ઉપડતી ટ્રેનને સાબરમતી, મણિનગર કે પછી વટવાથી ઉપાડવામાં આવશે, રિડેવલપમેન્ટનું ચાલી રહ્યું છે કામકાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પછી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7થી 9 બંધ કરવામાં આવશે. જેના કારણે કાલુપુરથી ઉપડતી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા, વટવા ખાતે શિફ્ટ કરવામાં આવશે. મહત્વનું છે કે કાલુપુર ખાતે સ્ટેશન બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાલપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી, અસારવા મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે. પહેલા 7થી 9 નંબરનું પ્લેટફોર્મ કરાશે બંધ પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર 7થી 9 ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 4થી 6 અને છેલ્લે પ્લેટફોર્મ નંબર 1થી 3 પર ટ્રેનોનું સંચાલન બંધ કરીને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ તમામ પ્લેટફોર્મ બંધ કરવામાં આવતા સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટે તે માટે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનોને નજીકના અન્ય સ્ટેશનેથી ઉપાડાશે. જેમાં મહેસાણા તરફ જતી ટ્રેનોને સાબરમતીથી તેમજ વડોદરા તરફ જતી ટ્રેનોને મણિનગર કે વટવાથી ઉપાડવામાં આવશે. આ ટ્રેન મણિનગર ખાતે શિફ્ટ કરાશે અમદાવાદ-મુંબઈ કર્ણાવતી, અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ, અમદાવાદ - આસનસોલ સાપ્તાહિક, અમદાવાદ-ગોરખપુર, અમદાવાદ-પટના અઝીમાબાદ,અમદાવાદ-દરભંગા સાબરમતી, અમદાવાદ-દરભંગા જનસાધારણ, અમદાવાદ-પૂણે અહિંસા એક્સપ્રેસ, અમદાવાદ-બરૌની, અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી. એક્સપ્રેસ ટ્રેનોને વટવા સ્ટેશને ઉતારશે મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ, પટના-અમદાવાદ અઝીમાબાદ, ગોરખપુર-અમદાવાદ, દરભંગા-અમદાવાદ જનસાધારણ, પૂણે-અમદાવાદ અહિંસા એક્સપ્રેસ, વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન, આસનસોલ - અમદાવાદ, બરૌની-અમદાવાદ, મુંબઈ- અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, મુંબઈ-અમદાવાદ કર્ણાવતી, ચેન્નઈ-અમદાવાદ, મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ, આણંદ-અમદાવાદ મેમૂ, અમદાવાદ - વડોદરા મેમૂ, અમદાવાદ - વડોદરા સંકલ્પ પેસેન્જર આ ટ્રેનો અસારવા શિફ્ટ ચેન્નઈ-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ - ચેન્નઈ એક્સપ્રેસ, પુરી-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-પુરી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. આ ટ્રેનો રાજકોટ ખસેડાશે અમદાવાદ-વારાણસી સિટી - અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-યશવંતપુર-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-ચેન્નઈ - અમદાવાદ હમસફર એક્સપ્રેસ.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું હાલ રિડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું છે. ત્યારે જો હવે તમે અમદાવાદથી રેલવેમાં મુસાફરી કરવાના હોવ તો, કાલુપુર સ્ટેશન નહી પણ હવે તમારે સાબરમતી કે વટવા જવુ પડશે. કારણ કે ઉત્તરાયણ પછી પ્લેટફોર્મ નંબર 7 થી 9 બંધ કરવામાં આવશે. જેથી આ પ્લેટફોર્મ પરથી ઉપડતી ટ્રેનને સાબરમતી, મણિનગર કે પછી વટવાથી ઉપાડવામાં આવશે,
રિડેવલપમેન્ટનું ચાલી રહ્યું છે કામ
કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટનું કામ હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પછી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7થી 9 બંધ કરવામાં આવશે. જેના કારણે કાલુપુરથી ઉપડતી ટ્રેનો સાબરમતી, મણિનગર, અસારવા, વટવા ખાતે શિફ્ટ કરવામાં આવશે.
મહત્વનું છે કે કાલુપુર ખાતે સ્ટેશન બિલ્ડિંગ તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કાલપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટના કારણે અહીંથી ઉપડતી 80 ટ્રેન ઉત્તરાયણ બાદ સાબરમતી, અસારવા મણિનગર અને વટવા સ્ટેશનથી ઓપરેટ થશે.
પહેલા 7થી 9 નંબરનું પ્લેટફોર્મ કરાશે બંધ
પ્રથમ તબક્કામાં પ્લેટફોર્મ નંબર 7થી 9 ત્યારબાદ પ્લેટફોર્મ નંબર 4થી 6 અને છેલ્લે પ્લેટફોર્મ નંબર 1થી 3 પર ટ્રેનોનું સંચાલન બંધ કરીને ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ તમામ પ્લેટફોર્મ બંધ કરવામાં આવતા સ્ટેશન પર ટ્રેનોનું ભારણ ઘટે તે માટે અમદાવાદથી ઉપડતી અનેક ટ્રેનોને નજીકના અન્ય સ્ટેશનેથી ઉપાડાશે. જેમાં મહેસાણા તરફ જતી ટ્રેનોને સાબરમતીથી તેમજ વડોદરા તરફ જતી ટ્રેનોને મણિનગર કે વટવાથી ઉપાડવામાં આવશે.
આ ટ્રેન મણિનગર ખાતે શિફ્ટ કરાશે
અમદાવાદ-મુંબઈ કર્ણાવતી, અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર, અમદાવાદ-મુંબઈ ગુજરાત એક્સપ્રેસ, અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ, અમદાવાદ - આસનસોલ સાપ્તાહિક, અમદાવાદ-ગોરખપુર, અમદાવાદ-પટના અઝીમાબાદ,અમદાવાદ-દરભંગા સાબરમતી, અમદાવાદ-દરભંગા જનસાધારણ, અમદાવાદ-પૂણે અહિંસા એક્સપ્રેસ, અમદાવાદ-બરૌની, અમદાવાદ-વડોદરા ઈન્ટરસિટી.
એક્સપ્રેસ ટ્રેનોને વટવા સ્ટેશને ઉતારશે
મુંબઈ-અમદાવાદ એક્સપ્રેસ, પટના-અમદાવાદ અઝીમાબાદ, ગોરખપુર-અમદાવાદ, દરભંગા-અમદાવાદ જનસાધારણ, પૂણે-અમદાવાદ અહિંસા એક્સપ્રેસ, વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન, આસનસોલ - અમદાવાદ, બરૌની-અમદાવાદ, મુંબઈ- અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, વડોદરા-અમદાવાદ ઈન્ટરસિટી એક્સપ્રેસ, મુંબઈ-અમદાવાદ કર્ણાવતી, ચેન્નઈ-અમદાવાદ, મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ, આણંદ-અમદાવાદ મેમૂ, અમદાવાદ - વડોદરા મેમૂ, અમદાવાદ - વડોદરા સંકલ્પ પેસેન્જર
આ ટ્રેનો અસારવા શિફ્ટ
ચેન્નઈ-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ - ચેન્નઈ એક્સપ્રેસ, પુરી-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-પુરી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.
આ ટ્રેનો રાજકોટ ખસેડાશે
અમદાવાદ-વારાણસી સિટી - અમદાવાદ સાબરમતી એક્સપ્રેસ, અમદાવાદ-યશવંતપુર-અમદાવાદ એક્સપ્રેસ, અમદાવાદ-ચેન્નઈ - અમદાવાદ હમસફર એક્સપ્રેસ.