Kalol: કલાકો વીત્યા છતાં આગ પર કાબૂ નહીં; મોટી ભોંયણમાં ફેક્ટરીની વિકરાળ જ્વાળાઓ જોઈ આખો વિસ્તાર થથરી ગયો

Oct 18, 2026 - 10:00
Kalol: કલાકો વીત્યા છતાં આગ પર કાબૂ નહીં; મોટી ભોંયણમાં ફેક્ટરીની વિકરાળ જ્વાળાઓ જોઈ આખો વિસ્તાર થથરી ગયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કલોલ ઔદ્યોગિક વિસ્તારમાં અગ્નિકાંડનો વધુ એક ભયાનક અને ચિંતાજનક બનાવ સામે આવ્યો છે. કલોલ તાલુકાના મોટી ભોંયણ સ્થિત ‘સંગમ ઈન્ડસ્ટ્રીઝ’ નામની કંપનીમાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઊઠતાં સમગ્ર પંથકમાં દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. ફેક્ટરીમાં મોટા પાયે પ્લાસ્ટિક અને કેમિકલનો જ્વલનશીલ જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂ બહાર રહી છે. આકાશમાં ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા કિલોમીટરો દૂરથી નજરે પડી રહ્યા છે, જેના કારણે આસપાસના રહેવાસીઓ અને શ્રમિકોમાં ભારે નાસભાગ મચી ગઈ છે.

પ્લાસ્ટિક અને કેમિકલના કારણે આગે ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ

ઘટનાની ગંભીરતા દર્શાવતી વિગતો અનુસાર મોટી ભોંયણ વિસ્તારમાં આવેલી સંગમ ઈન્ડસ્ટ્રીઝના યુનિટમાં અગમ્ય કારણોસર સ્પાર્ક થતાં આગ ભડકી ઊઠી હતી.કંપની પરિસરમાં પ્લાસ્ટિક કાચો માલ અને કેમિકલના ડ્રમો સંગ્રહાયેલા હોવાથી આગે લાઈટ સ્પીડે સમગ્ર શેડ અને આસપાસના ગોડાઉનને લપેટમાં લઈ લીધું હતું.કેમિકલ બળવાના કારણે નીકળતા ઝેરી અને ઘેરા ધુમાડાથી દૂર-દૂર સુધી શ્વાસ લેવામાં પણ તકલીફ ઊભી થઈ હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

અમદાવાદ, ગાંધીનગર અને કલોલની 20ધુ ફાયર ટીમો મેદાનમાં

આગની ભીષણતા જોતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક મેગા ફાયર ફાઈટિંગ ઓપરેશન શરૂ કર્યું છે.કલોલ ફાયર બ્રિગેડ ઉપરાંત તાબડતોબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગાંધીનગર મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમમાંથી પણ મદદ બોલાવવામાં આવી હતી.ઘટનાસ્થળે ૧૦થી વધુ ફાયર ટેન્ડરો, વોટર બાઉઝરો અને ફોમ ટેન્ડરો સાથે જવાનો પાણી અને કેમિકલ ફોમનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવા જહેમત કરી રહ્યા છે.આગ આસપાસની અન્ય કંપનીઓમાં ન પ્રસરે તે માટે સાવચેતીના ભાગરૂપે બાજુના ગોડાઉનોમાંથી જ્વલનશીલ સામાન અન્યત્ર ખસેડવાની કામગીરી પણ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.સમગ્ર વિસ્તાર કોર્ડન કરાયો

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસ અને વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સંગમ ઇન્ડસ્ટ્રીઝની આસપાસનો સમગ્ર ઔદ્યોગિક પટ્ટો કોર્ડન કરી સામાન્ય લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.ફાયર વિભાગ દ્વારા આગને ચારેય તરફથી ઘેરીને કૂલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.પ્રાથમિક તબક્કે ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓને સમયસર બહાર કાઢી લેવાયા હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ કરોડો રૂપિયાનો પ્લાસ્ટિક-કેમિકલનો માલસામાન અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે.

આ પણ વાંચો: Kheralu: સતલાસણા-ખેરાલુ હાઈવે પર બે ડમ્પરો વચ્ચે જીવલેણ ટક્કર; પતરાં કાપી 30 મિનિટે ડ્રાઇવરને બહાર કઢાયો!

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0