Kalol News: બાલવા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, મુદ્દામાલ સાથે બુટલેગરની કરી ધરપકડ

Jun 7, 2026 - 18:00
Kalol News: બાલવા નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ, મુદ્દામાલ સાથે બુટલેગરની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના બાલવા ગામ પાસેથી પસાર થતી એક શંકાસ્પદ કારને અટકાવી પોલીસે તેની તલાશી લેતાં તેમાંથી વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે. કલોલ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવીને આ સફળ કામગીરી કરી છે. પોલીસે કારની અંદર ગુપ્ત રીતે છુપાવી રાખેલી દારૂ અને બિયરની કુલ 792 બોટલો તાત્કાલિક જપ્ત કરી લીધી હતી.

લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે

પોલીસના જણાવ્યા અનુસાર, પકડાયેલા વિદેશી દારૂ અને બિયરના જથ્થાની બજાર કિંમત અંદાજિત 3,14,820 રૂપિયા થાય છે. આ ઉપરાંત પોલીસે ગેરકાયદે હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી કાર તેમજ આરોપી પાસેથી મળી આવેલો મોબાઈલ ફોન પણ કબજે કર્યો છે. દારૂ, કાર અને મોબાઈલ સહિત પોલીસે કુલ 11,19,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

પેથાપુરના કારચાલકની ધરપકડ

આ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે કાર ચલાવી રહેલા સુરેશજી શનાજી ઠાકોર (રહે. પેથાપુર, ગાંધીનગર) નામના શખ્સની સ્થળ પર જ ધરપકડ કરી લીધી છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં ડિલિવરી કરવાની હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0