Kalol-Ahmedabad હાઈવે પર ચાલતી કાર બની ગઈ અગનગોળો: સમયસૂચકતાથી પરિવારનો આબાદ બચાવ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કલોલ-અમદાવાદ હાઈવે પર અડાલજ નજીક આજે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. હાઈવે પર દોડી રહેલી એક પેસેન્જર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, કારમાં સવાર પરિવારે સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી હતી.
કલોલ-અમદાવાદ હાઈવે પર સર્જાઈ દુર્ઘટના
એક પરિવાર પોતાની કાર લઈને કલોલથી અમદાવાદ તરફ આવી રહ્યો હતો. અડાલજ ટોલ ટેક્સ નજીક પહોંચતા જ કારમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ તકનીકી ખામીને કારણે એકાએક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આગની તીવ્રતા જોઈને વાહનચાલકે તુરંત કાર ઉભી રાખી દીધી હતી અને પરિવારના તમામ સભ્યો સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા.
સ્થાનિકોએ આગ ઓલાવવા ભારે જહેમત ઉઠાવી
કારમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા હતા. આ ઘટનાને કારણે હાઈવે પર વાહનચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભભૂકતી આગને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. અંદાજે 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક લોકો અને ટોલ ટેક્સની ટીમે તાત્કાલિક આગ ઓલાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

