Kadi-Visavdar Bypoll 2025 : કડીમાં ભાજપના ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કડી અને વિસાવદરની પેટાચૂંટણી માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે, વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા અને આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા છે, 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે.
કડી વિધાનસભા બેઠક પેટાચૂંટણી
કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ચૂંટણી લડી રહ્યાં છે અને તેમણે જીતનો વિશ્વાસ વ્યકત કર્યો છે, રાજેન્દ્ર ચાવડાનું કહેવું છે કે, ગત ચૂંટણી કરતા વધુ લીડથી જીતીશુ અને કડીમાં વિકાસના કામો થયા છે, જીત થશે ત્યારબાદ કડીના જે પ્રશ્નો પડતર છે તે પુરા કરીશુ અને લોકોના જે પડતર પ્રશ્નો છે તેને ધ્યાને લઈ કામ કરીશ.
કડી વિધાનસભા પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો
કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં 294 મતદાન મથકો છે જેમાં 106 બૂથ સંવેદનશીલ છે, કડીમાં ભાજપ પક્ષના વફાદાર નેતા તરીકે રાજેન્દ્ર ચાવજાને માનવામાં આવે છે અને પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકીને ટિકિટ આપી છે, રાજેન્દ્ર ચાવડાની સામે કોંગ્રેસ પક્ષે ચાવડાને ટિકિટ આપી છે અને તે રમેશ ચાવડા છે, અને આમ આદમી પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે.
What's Your Reaction?






