Kachchh : અબડાસામાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના કેસમાં આવ્યો નવો વળાંક

Aug 7, 2025 - 23:30
Kachchh : અબડાસામાં હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના કેસમાં આવ્યો નવો વળાંક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અબડાસા તાલુકાની હિન્દુ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. આજે આ યુવતીએ પ્રેસ કોન્ફરન્સ કરીને તે પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે. આજથી એક મહિના અગાઉ અબડાસા તાલુકાના ખારુઆ ગામની હિન્દૂ યુવતીને મુસ્લિમ યુવક ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ યુવતીના પરિવારનો અને સમાજ દ્વારા સાથે અનેક વખત પોલીસને રજૂઆતો કરી હતી.

સમગ્ર કેસમાં તટસ્થ તપાસ કરવાની માગ

ગઈકાલે પણ ભુજમાં વિશાળ રેલી યોજીને કલેકટરને યુવતીને યુવકના ચુંગાલમાંથી છોડવા મુદ્દે રજૂઆતો કરી હતી. ત્યારે આજે આ યુવતીએ પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. હિન્દૂ યુવતીએ પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે. યુવતીના આ નિવેદન મામલે પરિવારજનો અને સામાજિક આગેવાનો કહી રહ્યા છે કે યુવતીનું આ નિવેદન મુસ્લિમ યુવકના દબાણ હેઠળ આપ્યું છે. તેમજ લગ્ન માટે ખોટા દસ્તાવેજો ઉભા કરીને લગ્નની નોંધણી કરાવી છે. આ સમગ્ર કેસમાં તટસ્થ તપાસ કરવાની માગ સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ સામાજિક આગેવાનોએ પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા છે અને આવી ઘટનાઓમાં પ્રથમવાર કોઈ યુવતીનું નિવેદન લઈને યુવતીની ઓળખ છતી કરી છે. જેને લઈને સમાજમાં ભારે આક્રોશ છે.

મેરેજ સર્ટિફિકેટની QR કોડ દ્વારા ચકાસણી કરાઈ

સમગ્ર ઘટના બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સ્પષ્ટતાઓ કરાઈ છે. જેમાં યુવતીએ પોતાની મરજીથી મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા છે. તેમજ હાઈકોર્ટમાં પોલીસ પ્રોટેક્શન આપવાની અરજી કરાઈ હતી. તેમાં હાઈકોર્ટે યુવતી અને યુવકને પોલીસ પ્રોટેક્શન આપવાનો આદેશ કર્યો છે.. સાથે જ મેરેજ સર્ટિફિકેટ બાબતે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરાયો હોવાનો જે આક્ષેપો થયા છે. તેમાં પણ હાઈકોર્ટ દ્વારા તેના મેરેજ સર્ટિફિકેટની QR કોડ દ્વારા ચકાસણી કરાઈ હોવાની વાત પોલીસ દ્વારા કરાઈ છે. યુવતીના પરિવારજનો છેલ્લા 4 દિવસથી કલેકટર કચેરી સમક્ષ ધરણા કરી રહ્યા છે. જેમાં આજે સવારે યુવતીના માતા-પિતાની તબિયત લથડતા તેમને ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0