Kachchh News: ભુજના હમીરરસ તળાવ પાસે યોજાયો પરંપરાગત લોકમેળો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભુજના હમીરસર તળાવ પાસે યોજાતા પરંપરાગત ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે.સાતમ આઠમના યોજાતા મેળામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. રાજાશાહી સમયથી હમીરસરના કિનારે લોકમેળો યોજાય છે. દર વર્ષે પાલિકા દ્વારા પરંપરાગત સાતમ આઠમના મેળાનું આયોજન કરવામાં આવે છે.હમીરસર તળાવના કાંઠે યોજાતા લોક મેળાની રંગત જામી છે.
લોકો મેળાની મોજ માણવા માટે ઉમટી પડયા
સમગ્ર કચ્છભર માંથી મોટી લોકો મેળાની મોજ માણવા માટે ઉમટી પડયા છે.ભાતીગળ મેળામાં લોકોએ રાઈડ્સ બેસવાની મજા માણી હતી.લોક મેળાના આયોજન લઈને પોલીસ બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે .પોલીસકર્મીઓ પેટ્રોલિંગ કરીને લોકોની સુરક્ષા કરી રહ્યા છે.મેળામાં ખાણી પીણીના સ્ટોલ પર લોકોની ભીડ જોવા મળી હતી.સાતમ આઠમ બે દિવસ સુધી ચાલનારા લોકમેળાની રંગત જામી છે.લોકો મન મૂકીને મેળોની મોજ માણી રહ્યા છે.બે દિવસ સુધી ચાલનારા મેળામાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડે છે.
What's Your Reaction?






