Kachchh News: ડિજિટલ યુગ અને માર્ચ ટુ માર્ચને કારણે ખાતાવહી જેવા ચોપડાનું ચલણ ઘટ્યું, જુની પરંપરા અસ્ત થવાને આરે

Oct 15, 2025 - 19:00
Kachchh News: ડિજિટલ યુગ અને માર્ચ ટુ માર્ચને કારણે ખાતાવહી જેવા ચોપડાનું ચલણ ઘટ્યું, જુની પરંપરા અસ્ત થવાને આરે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વર્ષોથી દિવાળીનાં દિવસે ચોપડા પૂજનનું વેપારીઓમાં વિશેષ મહત્ત્વ રહેલું છે.આ દિવસે વર્ષ દરમ્યાન રોજમેળ સહિતનાં વપરાતાં દેશી ચોપડાઓનું શાસ્ત્રોક્ત વિધિથી વેપારીઓ દ્વારા પૂજન કરવામાં આવતું હોય છે. પરંતુ જ્યારથી સરકારી વિભાગ દ્વારા માર્ચ ટુ માર્ચ વર્ષ જાહેર કરવામાં આવ્યું ત્યારથી ચોપડા પૂજન સહિતનાં દિવાળીનાં તહેવારોની ઉજવણીની રોનકમાં ઝાંખપ આવી છે. વળી હવે ચોપડાની જગ્યા કોમ્પ્યૂટરે લઇ લેતાં અત્યારે ચોપડા પૂજન માત્ર શુકન પૂરતાં મર્યાદિત રહી જવા પામ્યા છે. લોકો હાલે પ્રતીકરૂપે જ ચોપડાની ખરીદી કરી રહ્યા છે, પરિણામે ચોપડાનો યુગ અસ્ત થઈ ગયો છે. આ વર્ષે પણ માત્ર ૧૫થી ૨૦ ટકા જેટલા જ દેશી ચોપડાનું હોલસેલના વેપારીઓ પાસે બુકિંગ થવા પામ્યું હતું, જેની પુષ્ય નક્ષત્રમાં ડિલિવરી કરવામાં આવી હતી.

વેપારીઓ ચોપડા ખરીદી કરીને પૂજન કરે છે

ભુજમાં રોજમેળ સહિતનાં ચોપડા તૈયાર કરીને વેચાણ કરતાં હોલસેલ વેપારી રાજન મહેતાએ જણાવ્યું હતું કે, ૧૯૬૫થી રોજમેળ સહિતનાં ચોપડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા ૫૪ વર્ષથી પોતે જ રોજમેળ અને ચોપડા તૈયાર કરી રહ્યા છે, પરંતુ છેલ્લા ૨૫ વર્ષથી ચોપડાનાં વેચાણમાં ક્રમશઃ ઓટ આવી રહી છે. કારણ કે. વેપારીઓ કોમ્પ્યૂટર ઉપર જ નામા સહિતનું તમામ કામ નીપટાવતાં થયા છે. જેની સીધી અસર ચોપડાની ખરીદી ઉપર પડી છે. આ સિવાય વર્ષો પહેલાં હિસાબી વર્ષ દિવાળી ટુ દિવાળી હતું તે એપ્રિલ માસ થવાને કારણે આપણી પરંપરા ભૂલાઈ રહી છે. હાલે તો જે લોકો શુકનમાં માને છે તેવા જ વેપારીઓ ચોપડા ખરીદી કરીને પૂજન કરે છે.

હવે આપણે જૂની પરંપરા નામશેષના આરે છે

બાકી આજથી દસ-પંદર વર્ષ પહેલાં એસ.કે.ત્રીપી. એ.ત્રીપી. પી ફોર. પોણિયા, ૧/૩ નોંધ સહિતનાં બહોળી સંખ્યામાં ચોપડાનું વેચાણ થતું હતું. એટલું જનહીં ચોપડાનાં થોકબંધ ઓર્ડરો પણ વેપારીઓ દ્વારા દશેરાનાં શુભ દિવસે જ નોંધાવી દેવામાં આવતા હતા, જેને કારણે રાતપાળી કરીને પણ ચોપડા તૈયાર કરવાની ફરજ પડતી હતી, પરંતુ હવે આપણે જૂની પરંપરા નામશેષના આરે છે. વેપારીઓ માત્ર ચોપડા પૂજનનાં દિવસે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી શકાય તે આશય સાથે માત્ર એકાદ ચોપડાની જ ખરીદી કરે છે. તેને કારણે સમગ્ર કચ્છમાં અત્યાર સુધીમાં માત્ર ૧૫થી ૨૦ ટકા જેટલા જ દેશી ચોપડાનું બુકિંગ થવા પામ્યું છે. જેની પુષ્ય નક્ષત્રનાં ડિલિવરી પણ કરી દેવામાં આવી છે. કોમ્પ્યૂટરનાં ચાલતા યુગ વચ્ચે ચોપડાનો યુગ અસ્ત

પરંપરા જળવાઈ રહે તે માટે સામૂહિક ચોપડા પૂજનનાં કાર્યક્રમો કોમ્પ્યૂટરનાં ચાલતા યુગ વચ્ચે ચોપડાનો યુગ અસ્ત થઈ રહ્યો છે, રોજેમેળ સહિતનાં ચોપડાનાં ધંધામાં ઓટને કારણે દેશી ચોપડા બનાવનાર કારીગરોને પણ પોતાનો ધંધો બદલવો પડે તેવી સ્થિતિ છે. તો નવી પઢી માટે પણ ચોપડા આશ્ચર્યનો વિષય બને તેવી પણ શક્યતા નકારી શકાય નહીં. કારણ કે, યુવા પેઢી કોમ્પ્યૂટરનું પૂજન કરતી થઈ ગઈ છે. છતાં પણ ચોપડા પૂજનનું મહત્ત્વ જાળવી રાખવા માટે વિવિધ મંદિરોમાં પણ સામૂહિક ચોપડા પૂજનના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેને કારણે પરંપરા ચાલુ રહે, નવી પેઢી પણ પરંપરાને જાણે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0