Kachchh News : જિલ્લામાં આગામી બે દિવસ તોફાની પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Mar 29, 2026 - 09:31
Kachchh News : જિલ્લામાં આગામી બે દિવસ તોફાની પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છમાં કેટલાક દિવસોથી ગરમીનો પ્રભાવ સતત વધતો જોવા મળી રહ્યો છે, પરંતુ હવે હવામાનમાં મહત્ત્વનો ફેરફાર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી મુજબ હાલમાં કચ્છમાં સૂકું અને સ્વચ્છ આકાશ છે. પરંતુ આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા સેવાઈ છે.ભુજમાં મહતમ તાપમાન આશરે 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. જ્યારે ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતા વધુ છે. જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અહેસાસ વધુ થઈ રહ્યો છે.

પરિસ્થિતિમાં અચાનક ફેરફાર જોવા મળશે

કંડલા એરપોર્ટ 38.4 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બન્યું હતું. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, 29 માર્ચ સુધી કચ્છમાં હવામાન સૂકું જ રહેશે. જોકે, તા.30 અને 31 માર્ચે પરિસ્થિતિમાં અચાનક ફેરફાર જોવા મળશે. આ ફરી દિવસોમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તા.1 તેમજ 2 એપ્રિલે ફરીથી સૂકું વાતાવરણ રહેશે.

કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે

તા. 3 અને 4 એપ્રિલે કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. શરૂઆતના દિવસોમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઈ શકે છે. કચ્છના મહત્ત્વના ચાર સ્થળોએ નોંધાયેલા તાપમાન મુજબ કંડલા એપોર્ટ મહતમ 38.4 અને લઘુતમ 22.5 ડિગ્રી, ભુજમાં મહતમ 35.4 અને લઘુતમ 23.6 ડિગી, કંડલા પોર્ટમાં મહતમ 34.7 અને લઘુતમ 23.8 ડિગ્રી તથા નલિયામાં મહતમ 33 અને લઘુતમ 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.


આ પણ વાંચોઃ Gandhinagar News: ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે આજે કુલ 1.36 લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0