Junagadhમાં ભારે વરસાદ વરસતા ખેતીના પાકને થયું મોટું નુકસાન, ખેડૂત મૂકાયો ચિંતામા

આ વર્ષે જૂનાગઢ જિલ્લા ઉપર જાણે કે આફત વરસાવવાનું નક્કી કર્યું હોય તેવી રીતે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં બે થી ચાર ઇંચ વરસાદ પડ્યો તો અને જેને કારણે ખેતી પાકને પારાવાર નુકસાની થઈ છે.ખેડૂતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે,માંડ-માંડ પાક તૈયાર કરવામાં આવ્યો અને છેલ્લે વરસાદ પડતા ખેડૂતના પાકને ભારે નુકસાન થયું છે. તૈયાર થયેલો પાક ગયો નિષ્ફળ જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે માળિયા જૂનાગઢ વિસાવદર તેમજ કેશોદ તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. એક થી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેતી પાકોને વારંવાર નુકસાની થઈ છે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોને નુકસાની થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે બીજી તરફ જે ખેડૂતોએ મગફળી કાઢી અને પાતરા ખેતરમાં રાખ્યા હતા તેનું વરસાદ પડતાની સાથે જ ધોવાણ થઈ ગયું છે અને મગફળી બધી પલળી ગઈ છે આ મગફળી ને હવે બજારમાં કોઈ લેવાની થશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને તાત્કાલિક ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે માત્ર ખેતીને જ નુકસાન થયુ છે એવું નથી બલ્કે ભારે વરસાદને કારણે ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે તે જોતાં ખેડૂતોને બે બાજુએ માર પડયો છે. વરસાદી પાણી ઉતર્યા બાદ ઉઘાડ નીકળે પછી નુકસાનીનો અંદાજ આવી શકશે.જાણો આજે કયાં પડી શકે છે વરસાદ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, ભરૂચ, સુરત,પોરબંદર, જૂનાગઢ,ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી,પોરબંદર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

Junagadhમાં ભારે વરસાદ વરસતા ખેતીના પાકને થયું મોટું નુકસાન, ખેડૂત મૂકાયો ચિંતામા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આ વર્ષે જૂનાગઢ જિલ્લા ઉપર જાણે કે આફત વરસાવવાનું નક્કી કર્યું હોય તેવી રીતે ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં બે થી ચાર ઇંચ વરસાદ પડ્યો તો અને જેને કારણે ખેતી પાકને પારાવાર નુકસાની થઈ છે.ખેડૂતને માથે હાથ મૂકીને રોવાનો વારો આવ્યો છે,માંડ-માંડ પાક તૈયાર કરવામાં આવ્યો અને છેલ્લે વરસાદ પડતા ખેડૂતના પાકને ભારે નુકસાન થયું છે.

તૈયાર થયેલો પાક ગયો નિષ્ફળ

જૂનાગઢ જિલ્લામાં ગઈકાલે માળિયા જૂનાગઢ વિસાવદર તેમજ કેશોદ તાલુકામાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો. એક થી ચાર ઇંચ જેટલો વરસાદ પડતા ખેતી પાકોને વારંવાર નુકસાની થઈ છે મગફળી સોયાબીન કપાસ સહિતના પાકોને નુકસાની થતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે બીજી તરફ જે ખેડૂતોએ મગફળી કાઢી અને પાતરા ખેતરમાં રાખ્યા હતા તેનું વરસાદ પડતાની સાથે જ ધોવાણ થઈ ગયું છે અને મગફળી બધી પલળી ગઈ છે આ મગફળી ને હવે બજારમાં કોઈ લેવાની થશે નહીં તેવું ખેડૂતો જણાવી રહ્યા છે અને તાત્કાલિક ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી સહાય આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે

માત્ર ખેતીને જ નુકસાન થયુ છે એવું નથી બલ્કે ભારે વરસાદને કારણે ખેતરોમાં જમીનનું ધોવાણ પણ થયુ છે તે જોતાં ખેડૂતોને બે બાજુએ માર પડયો છે. વરસાદી પાણી ઉતર્યા બાદ ઉઘાડ નીકળે પછી નુકસાનીનો અંદાજ આવી શકશે.


જાણો આજે કયાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે નર્મદા, ભરૂચ, સુરત,પોરબંદર, જૂનાગઢ,ગીરસોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જયારે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી,પોરબંદર,જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ રહેશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.