Junagadhના ગીરના નેસડામાં રહેતા માલધારીઓ નથી ઉજવતા દિવાળી ? વાંચો Special Story

ઉજાસનો મહાપર્વ એટલે કે દિવાળી જે દરેકના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે છે તે દિવાળી.પરંતુ ગીર જંગલમાં વસતા માલધારીઓ માટે શું દિવાળી કે શું હોલી.આજે સંદેશ ન્યુઝ આપને બતાવશે ગીર જંગલમાં રહેતા માલધારીઓની મુશ્કેલીઓ અને કેવી રીતે ઉજવે છે દિવાળી. અમુક નિયમોના કારણે નથી ઉજવતા તહેવારો ગીર નેસના માલધારીઓની મહેમાનગતિ અને આવકારથી ભારતીય સંસ્કૃતિ શોભે છે અને ગીર સોહામણુ લાગે છે.ગીરના અલગ અલગ નેસની એક અલગ ખાસિયત અને ખાનદાની છે. તો બીજી તરફ ગીર પંથકના પાણે પાણે ઇતિહાસની વાતો ધરબાયેલી પડી છે.જ્યાં પાંદડાઓમાં સંગીત ,નદીઓમાં સૂર અને સાવજ ની ડણકોમાં ગીરની ગર્જના દેખાઈ આવે છે.પરંતુ નેસની સંસ્કૃતિને ઘણા વર્ષોથી ઝાંખપ લાગી રહી છે.અહીં જંગલમાં નેસના માલધારીઓ કહી રહ્યા છે કે વન વિભાગના જડ નિયમો અને પ્રાથમિક સુવિધાઓના કારણે માલધારીઓ દિવાળી કે કોઈ અન્ય તહેવાર ઉજવી શકતા નથી. લાઈટ કનેકશન નહી વન વિભાગ દ્વારા નેસમાં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવે છે.તો બીજી તરફ વર્ષોથી નેસમાં લાઈટની સુવિધાનો અભાવ છે કારણ કે વહીવટી તંત્ર દ્વારા અહીં લાઈટ કનેક્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી.નેશના માલધારીએ દુહા છંદ અને ગીતમાં પોતાની વેદના યથા વર્ણવી છે. જેમાં માલધારીઓ વર્ષોથી જે નેસમાં વસવાટ કરે છે જ્યાં દિવાળીની ક્યારેય ઉજવણી નથી કરી. માત્ર દિવાળી જ નહીં પરંતુ ઘણા તહેવારો એવા છે કે જે માલધારીઓ ઉજવી નથી શકતા અને માલધારીઓને પૂરતી સુવિધા પણ આપવામાં આવતી નથી. ત્યારે નેસના આ માલધારીઓ અંધારાના આંગણે પોતાની દિવાળી ઉજવે છે. માલ ઢોરની પહેલા ચિંતા જિલ્લા ઘણા વર્ષોથી દેશમાં વસવાટ કરતા હોવા છતાં દિવાળી હોય કે કોઈ પણ તહેવાર થી દૂર જંગલમાં દેશ વિસ્તારમાં તેઓ પોતાના માલ ઢોર સાથે 365 દિવસ સરખા લાગે. ઘણા નેસમાં પાણીની પણ સગવડતા હોતી નથી રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે માલધારીઓ.વર્ષોથી જંગલ વિસ્તારમાં નેસડામાં વસવાટ કરતા માલધારીઓને આજ દિન સુધી આરોગ્ય કે બીજી અન્ય કોઈ સેવાઓ કે સગવડતાઓ મળી નથી.ત્યારે માલ ઢોરના ઘાસચારા માટે પણ માલધારીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જે સમયે માલધારીઓ પોતાના માલ ઢોર રહી અલગ-અલગ જગ્યાએ જતા હતા તે સમયે જે માલ ઢોરને પૂરતો ખોરાક મળતો અને માલધારીઓ પણ આનંદમાં રહેતા હતા પરંતુ હવે સમય જતા વન વિભાગના કડક નિયમોના કારણે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. નેસ વિસ્તારમાં માલધારીઓનો વસવાટ જંગલમાં નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માટે આરોગ્ય તેમજ અન્ય સુવિધાઓ તું નથી પરંતુ બાળકોના શિક્ષણ માટે પણ કોઈ સુવિધાઓ ઊભી કરવામાં નથી આવતી.જેથી માલધારીઓના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે ઉપરાંત રસ્તા ન હોવાને કારણે દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોને પણ જંગલમાંથી આવા જોવા માટે ભારે અગવડતા પડે છે.જાણે કે માલધારીઓ પાકિસ્તાનમાં રહેતા હોય તે રીતે વન વિભાગ દ્વારા માલધારીઓ સાથે વર્તન કરવામાં આવે છે. તંત્રને કરી છે રજૂઆત વારંવાર તંત્રને લેખીત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ રજૂઆતોનો વન વિભાગ દ્વારા ઉલાળીયો કરી દેવામાં આવે છે.તો આવી છે જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓની પરિસ્થિતિ અને તેમનું જીવન આમ જંગલમાં રહેતા રહેતા માલધારીઓ હવે તહેવારોથી તો દૂર થઈ ગયા છે પરંતુ પ્રકાશના પર્વ એવા દિવાળીનો તહેવાર ક્યારે આવીને જતો રહે છે તે પણ તેઓને ખબર હોતી નથી.

Junagadhના ગીરના નેસડામાં રહેતા માલધારીઓ નથી ઉજવતા દિવાળી ? વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉજાસનો મહાપર્વ એટલે કે દિવાળી જે દરેકના જીવનમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાની પ્રેરણા આપે છે તે દિવાળી.પરંતુ ગીર જંગલમાં વસતા માલધારીઓ માટે શું દિવાળી કે શું હોલી.આજે સંદેશ ન્યુઝ આપને બતાવશે ગીર જંગલમાં રહેતા માલધારીઓની મુશ્કેલીઓ અને કેવી રીતે ઉજવે છે દિવાળી.

અમુક નિયમોના કારણે નથી ઉજવતા તહેવારો

ગીર નેસના માલધારીઓની મહેમાનગતિ અને આવકારથી ભારતીય સંસ્કૃતિ શોભે છે અને ગીર સોહામણુ લાગે છે.ગીરના અલગ અલગ નેસની એક અલગ ખાસિયત અને ખાનદાની છે. તો બીજી તરફ ગીર પંથકના પાણે પાણે ઇતિહાસની વાતો ધરબાયેલી પડી છે.જ્યાં પાંદડાઓમાં સંગીત ,નદીઓમાં સૂર અને સાવજ ની ડણકોમાં ગીરની ગર્જના દેખાઈ આવે છે.પરંતુ નેસની સંસ્કૃતિને ઘણા વર્ષોથી ઝાંખપ લાગી રહી છે.અહીં જંગલમાં નેસના માલધારીઓ કહી રહ્યા છે કે વન વિભાગના જડ નિયમો અને પ્રાથમિક સુવિધાઓના કારણે માલધારીઓ દિવાળી કે કોઈ અન્ય તહેવાર ઉજવી શકતા નથી.

લાઈટ કનેકશન નહી

વન વિભાગ દ્વારા નેસમાં ફટાકડા ફોડવાની મનાઈ કરવામાં આવે છે.તો બીજી તરફ વર્ષોથી નેસમાં લાઈટની સુવિધાનો અભાવ છે કારણ કે વહીવટી તંત્ર દ્વારા અહીં લાઈટ કનેક્શન માટે મંજૂરી આપવામાં આવતી નથી.નેશના માલધારીએ દુહા છંદ અને ગીતમાં પોતાની વેદના યથા વર્ણવી છે. જેમાં માલધારીઓ વર્ષોથી જે નેસમાં વસવાટ કરે છે જ્યાં દિવાળીની ક્યારેય ઉજવણી નથી કરી. માત્ર દિવાળી જ નહીં પરંતુ ઘણા તહેવારો એવા છે કે જે માલધારીઓ ઉજવી નથી શકતા અને માલધારીઓને પૂરતી સુવિધા પણ આપવામાં આવતી નથી. ત્યારે નેસના આ માલધારીઓ અંધારાના આંગણે પોતાની દિવાળી ઉજવે છે.

માલ ઢોરની પહેલા ચિંતા

જિલ્લા ઘણા વર્ષોથી દેશમાં વસવાટ કરતા હોવા છતાં દિવાળી હોય કે કોઈ પણ તહેવાર થી દૂર જંગલમાં દેશ વિસ્તારમાં તેઓ પોતાના માલ ઢોર સાથે 365 દિવસ સરખા લાગે. ઘણા નેસમાં પાણીની પણ સગવડતા હોતી નથી રસ્તા લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે માલધારીઓ.વર્ષોથી જંગલ વિસ્તારમાં નેસડામાં વસવાટ કરતા માલધારીઓને આજ દિન સુધી આરોગ્ય કે બીજી અન્ય કોઈ સેવાઓ કે સગવડતાઓ મળી નથી.ત્યારે માલ ઢોરના ઘાસચારા માટે પણ માલધારીઓને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. જે સમયે માલધારીઓ પોતાના માલ ઢોર રહી અલગ-અલગ જગ્યાએ જતા હતા તે સમયે જે માલ ઢોરને પૂરતો ખોરાક મળતો અને માલધારીઓ પણ આનંદમાં રહેતા હતા પરંતુ હવે સમય જતા વન વિભાગના કડક નિયમોના કારણે માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.


નેસ વિસ્તારમાં માલધારીઓનો વસવાટ

જંગલમાં નેસ વિસ્તારમાં વસવાટ કરતા માલધારીઓ માટે આરોગ્ય તેમજ અન્ય સુવિધાઓ તું નથી પરંતુ બાળકોના શિક્ષણ માટે પણ કોઈ સુવિધાઓ ઊભી કરવામાં નથી આવતી.જેથી માલધારીઓના બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે ઉપરાંત રસ્તા ન હોવાને કારણે દૂધ ઉત્પાદન કરતા પશુપાલકોને પણ જંગલમાંથી આવા જોવા માટે ભારે અગવડતા પડે છે.જાણે કે માલધારીઓ પાકિસ્તાનમાં રહેતા હોય તે રીતે વન વિભાગ દ્વારા માલધારીઓ સાથે વર્તન કરવામાં આવે છે.

તંત્રને કરી છે રજૂઆત

વારંવાર તંત્રને લેખીત અને મૌખિક રજૂઆત કરી છે પરંતુ રજૂઆતોનો વન વિભાગ દ્વારા ઉલાળીયો કરી દેવામાં આવે છે.તો આવી છે જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓની પરિસ્થિતિ અને તેમનું જીવન આમ જંગલમાં રહેતા રહેતા માલધારીઓ હવે તહેવારોથી તો દૂર થઈ ગયા છે પરંતુ પ્રકાશના પર્વ એવા દિવાળીનો તહેવાર ક્યારે આવીને જતો રહે છે તે પણ તેઓને ખબર હોતી નથી.