Junagadh મનપામાં મોટી બેદરકારી: ટેકનિકલ ખામીના કારણે લિફ્ટમાં ફસાયા અરજદારો

Jun 18, 2026 - 19:30
Junagadh મનપામાં મોટી બેદરકારી: ટેકનિકલ ખામીના કારણે લિફ્ટમાં ફસાયા અરજદારો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ મહાનગરપાલિકાની કચેરીમાંથી આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનપા સંકુલમાં આવેલી લિફ્ટમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે તે અધવચ્ચે જ બંધ થઈ ગઈ હતી. આ સમયે લિફ્ટની અંદર પોતાના વહીવટી કામકાજ અર્થે આવેલા નિર્દોષ અરજદારો સવાર હતા. લિફ્ટ અચાનક થંભી જતાં અને દરવાજો ન ખૂલતા અંદર સવાર લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને મનપા કચેરીના સ્ટાફ સહિત હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

ટેકનિશિયન ટીમે તાબડતોબ કર્યું રેસ્ક્યુ

લિફ્ટ બંધ થઈ જવાના કારણે અંદર બંધિયાર વાતાવરણમાં ફસાયેલા અરજદારોના જીવ તાળવે ચોંટ્યા હતા. લિફ્ટમાં ઓક્સિજનની અછત અને ગભરામણના લીધે લોકો ચીસાચીસ કરવા લાગ્યા હતા. ઘટનાની ગંભીરતાને સમજીને મનપાના અધિકારીઓએ તાત્કાલિક ટેકનિશિયન ટીમ અને ઇમરજન્સી સ્ટાફને સ્થળ પર બોલાવી લીધો હતો. ટેકનિશિયનોની ટીમે ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી હતી અને અંદર ફસાયેલા તમામ લોકોને એક પછી એક સહીસલામત બહાર કાઢી લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાનો લાઈવ વિડીયો થયો વાયરલ

આ સમગ્ર ભયાનક ઘટનાનો લાઈવ વિડીયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો સામે આવ્યા બાદ જૂનાગઢ મનપા તંત્રની પ્રીતિ અને સરકારી મિલકતોની જાળવણી (મેઇન્ટેનન્સ) સામે સ્થાનિક લોકોમાં મોટા સવાલો ઉભા થયા છે. રોજબરોજ હજારો અરજદારો જે કચેરીની મુલાકાત લે છે, ત્યાં લિફ્ટ જેવી પાયાની સુવિધાની નિયમિત ચકાસણી કેમ નથી કરવામાં આવતી, તે વિષય હાલ ભારે ચર્ચા જગાવી રહ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0