Junagadh: પીઠ પાછળ ખંજર ભોંક્યું છે, દિનેશ ખટારીયાએ જવાહર ચાવડા સામે ખોલ્યો મોરચો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ જિલ્લા ભાજપમાં લાંબા સમયથી ચાલતો આંતરિક વિખવાદ હવે જાહેરમાં આવ્યો છે. માણાવદર બેઠકના રાજકારણમાં વર્ચસ્વની લડાઈમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડા વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરીને કાર્યકરોમાં ખળભળાટ મચાવી દીધો છે.
ગંભીર આક્ષેપો અને આક્રોશ
દિનેશ ખટારીયાએ કાર્યકરોને સંબોધતા સીધો આક્ષેપ કર્યો હતો કે જવાહર ચાવડાએ પક્ષ અને સાથીઓ સાથે વિશ્વાસઘાત કરીને 'પીઠ પાછળ ખંજર' ભોંકવાનું કામ કર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી એ કાર્યકરોની મહેનતથી બનેલો પક્ષ છે, તે કોઈ વ્યક્તિગત નેતાની જાગીર નથી.
"ગદ્દારોને જનતા માફ નહીં કરે"
ખટારીયાએ આકરા શબ્દોમાં ચીમકી આપતા કહ્યું કે, જે લોકો પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે અથવા ગદ્દારી કરે છે, તેમને જનતા ક્યારેય સ્વીકારશે નહીં. તેમણે કાર્યકર્તાઓને એકજૂથ થઈને આવનારી લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે આ રાજકીય લડાઈ મેદાનમાં લડવામાં આવશે.
આ પણ વાંચો: Morbi: વ્યાજખોરીના વિષચક્રમાં હોટેલ માલિક હોમાયા, મકાન અને ચેક પડાવી લેનાર 7 વ્યાજખોરો સામે એ-ડિવિઝન પોલીસની કાર્યવાહી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

