Junagadh : જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા, ઝાડ અને દોરડા વડે લોકોનું રેસ્ક્યુ કરાયુ, જુઓ VIDEO

Jul 22, 2025 - 18:00
Junagadh : જટાશંકરમાં પ્રવાસીઓ ફસાયા, ઝાડ અને દોરડા વડે લોકોનું રેસ્ક્યુ કરાયુ, જુઓ VIDEO

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં વરસાદે જમાવટ કર્યા બાદ હવે લોકો અલગ અલગ જગ્યાઓ પર ફરવા માટે જતા હોય છે. ત્યારે જૂનાગઢમાં પણ પ્રવાસીઓનો ભારે ધસારો ચોમાસામાં જોવા મળી રહ્યો છે. જૂનાગઢના જટાશંકરમાં પ્રવાસી મોટી સંખ્યામાં ફરવા આવતા હોય છે. ત્યારે જટાશંકરમાં પ્રવાસીઓ પાણીમાં ફસાયા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પ્રવાસીઓ પાણીમાં ફસાયા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

ગિરનાર ઉપરથી આવતા પૂરે જીવ જોખમમાં મૂક્યા

ગિરનાર ઉપરથી આવતા પૂરે પ્રવાસીઓના જીવ જોખમમાં મુક્યા છે. ઝાડ અને દોરડા વડે પ્રવાસીઓને રેસ્ક્યું કરીને બચાવવામાં આવ્યા છે. જટાશંકર ખાતે ગઈકાલે રવિવારે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું અને પાણીનો પ્રવાહ વધતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. જો કે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નહતી અને તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0