Junagadh: ચોરવાડના કુકસવાડા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ ઘટનાસ્થળે

Feb 14, 2026 - 14:00
Junagadh: ચોરવાડના કુકસવાડા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગ ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પંથકમાં વન્ય પ્રાણીઓના મોતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. આજે ચોરવાડથી કુકસવાડા જતાં રસ્તા પર એક પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને દીપડાને જોરદાર ટક્કર મારતા દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

અજાણ્યા વાહનની અડફેટે દીપડાનું મોત

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે અથવા વહેલી સવારે જ્યારે દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો, ત્યારે કોઈ અજાણ્યા વાહને તેને અડફેટે લીધો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે દીપડાએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો. રસ્તાની વચ્ચે દીપડાનો મૃતદેહ જોઈ પસાર થતા વાહનચાલકો ઉભા રહી ગયા હતા, જેના કારણે રસ્તા પર વાહનોના થપ્પા લાગી ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

લોકોએ વન વિભાગને જાણ કરી 

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. વન વિભાગ દ્વારા અકસ્માત સર્જનાર વાહનચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેર ભાજપ સંગઠનનું નવું માળખું જાહેર, 16 વોર્ડના પ્રતિનિધિત્વ સાથે 8 ઉપપ્રમુખ અને 3 મહામંત્રીની નિમણૂક

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0