Junagadh : અગ્નિકાંડ કેસમાં ફરાર મનપાના ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાએ કર્યું સરેન્ડર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં 5 મહિના પહેલા ઝાંઝરડા ચોકડી ઉપર બનેલી અગ્નિકાંડની ઘટનામાં ત્રણ માનવ જિંદગીના ભોગ લેવાયા હતા, જે ગંભીર ઘટના અંગે જયારે હાઈકોર્ટે પોલીસની ઢીલી તપાસની ઝાટકણી કાઢી ત્યારે છેક પોલીસે મનપાના મુખ્ય અધિકારીઓ સામે તપાસ કેન્દ્રિત કરીને માત્ર 10 જ દિવસમાં આ કેસમાં મનપાના કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ઝાલાને પણ આ કેસમાં આરોપી તરીકે જાહેર કરતાની સાથે અધિકારી ભાગી ગયો હતો, જે જયેન્દ્રસિંહે પોલીસની ભીંસ વધતા પોલીસ સમક્ષ સરેન્ડર કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.
પોલીસે માત્ર જેસીબીના ડ્રાઈવર સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી હતી
જૂનાગઢમાં ગત તા.7 મે 2025ના રોજ ઝાંઝરડા ચોકડી ઉપર મનપા દ્વારા ભૂગર્ભ ગટરની લાઈન માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું, તે સમયે જેસીબીના ડ્રાઈવરની બેદરકારીને લીધે જમીનમાંથી પસાર થતી ગેસની લાઈન ડેમેજ થતા વિકરાળ આગ લાગેલી અને તે આગમાં એક માસુમ બાળકી તેની માતા સહિત ત્રણ વ્યક્તિના મોત થયા હતા. જે તે વખતે પોલીસે માત્ર જેસીબીના ડ્રાઈવર સામે ગુનો નોધીને તેની ધરપકડ કરી હતી, પરંતુ જયારે આ કેસમાં મનપાના આઉટસોર્સના વોર્ડ એન્જિનીયર વિવેક કાંચેલાનું પણ નામ ખુલ્યું હતું, તે ત્યારથી ફરાર છે.
હાઈકોર્ટે પોલીસની ઢીલી નીતિ સામે સવાલો કર્યા
આ કેસમાં 5 મહીને જ્યારે આ મેટર હાઈકોર્ટ સમક્ષ આવી ત્યારે હાઈકોર્ટે જૂનાગઢ પોલીસની ઝાટકણી કાઢીને પોલીસની ઢીલી નીતિ સામે સવાલો કર્યા અને આ કેસમાં તટસ્થ તપાસ કરવાના આદેશ આપ્યા હતા, જેને લઈને હાઈકોર્ટના આદેશ પછી માત્ર 10 જ દિવસમાં જૂનાગઢ પોલીસે આ કેસમાં મહાપાલિકાના બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર જયેન્દ્રસિંહ ભગવાનસિંહ ઝાલા ઉ.૪૦ (રહે.સુત્રાપાડા)ની પણ ગુનાહિત બેદરકારી હોવાનું ખુલ્યું હતું અને તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. 5 દિવસના રિમાન્ડની માગ કરાશે
પરંતુ કેસમાં નામ ખુલતાની સાથે જયેન્દ્રસિંહ ઝાલા મનપા કચેરીમાં રજા મુકીને ભાગી ગયો હતો, પરંતુ પોલીસની ભીંસ વધતા આખરે તેણે જૂનાગઢ પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું, બી ડિવીઝન પોલીસે તેની ધરપકડ કરી છે અને 5 દિવસના રિમાન્ડની માગ સાથે જૂનાગઢ કોર્ટમાં રજુ કરવામાં આવશે, આ કેસમાં અન્ય કોની કોની મદદગારી છે, અન્ય કોઈ આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવાઓ કબજે કરવા તપાસ કરવામાં આવશે. હજુ આ કેસમાં મનપાના વોર્ડ એન્જિનિયર વિવેક કાંચેલા હાલ વોન્ટેડ છે.
What's Your Reaction?






