Junagadh Palika Election 2025: ઉમેદવારો પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમને લઈને ઉમેદવારો પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે પાર્ટી ક્યારે નામ જાહેર કરશે તેની રાહ જોઈને દાવેદાર બેઠા છે. ત્યારે પૂર્વ શાસક અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. બંને પક્ષ ચૂંટણી જીતવાના દાવાઓ કરી રહ્યા છે.સ્થાનિકો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત જૂનાગઢમાં મહાનગરપાલિકા બન્યા તેને 22 વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજુ મહાનગરપાલિકાની કોઈપણ સુવિધા સ્થાનિકોને મળતી નથી. જૂનાગઢવાસીઓને હજુ સુધી 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં આપવા છતાં હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. 2019માં મહાનગરપાલિકામાં ભાજપને જુનાગઢવાસીએ ખોબલે ખોબલે મત આપીને 57 સીટ આપી હતી, પરંતુ આજ દિન સુધી જુનાગઢવાસીઓ પ્રાથમિક સુવિધાના નામે વલખા મારી રહ્યા છે. દર વર્ષે બજેટમાં મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ સ્થળ ઉપર નક્કર કામગીરી જોવા મળતી નથી. જૂનાગઢમાં પ્રથમ ઓવરબ્રિજ બનવાની માત્ર વાતો જ કરવામાં આવે છે, જેની કાર્યવાહી આજ દિન સુધી શરૂ થઈ નથી. ભાજપે 57 સીટ બહુમતીથી જીતી હતી આ ઉપરાંત નરસિંહ મહેતા બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં લોકોને તેની સુવિધાનો લાભ હજુ સુધી મળતો નથી. ત્યારે ઘણા વોર્ડમાં આજે પણ ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી આપવામાં આવતું નથી, જેને લઈને વિપક્ષ દ્વારા ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે. 2019માં જૂનાગઢની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને 57 સીટ બહુમતીથી આપી હતી, ત્યારથી જૂનાગઢનો વિકાસ શરૂ થયાનો દાવો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ કર્યો હતો. ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જૂનાગઢવાસીઓને આગામી 50 વર્ષ સુધી ગટરની કોઈ સમસ્યા ન રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. બંને પક્ષો મહાનગરપાલિકાની ચૂંટણીની પૂરજોશથી તૈયારીઓ લાગ્યા અમૃતમ યોજના અંતર્ગત લોકોને ઘર ઘર સુધી પીવાના પાણીની પાઈપલાઈનો નાખવામાં આવી છે, તેમજ બ્યુટીફિકેશનને લઈને તેઓએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવ ઉત્કૃષ્ટ કામગીરીથી બનશે ત્યારે લોકો પણ જોતા રહી જશે. પરંતુ તે કામને લઈને થોડો વિલંબ થયો છે તેવું પણ સ્વીકાર્યું હતું. કોંગ્રેસ માત્ર આક્ષેપ કરવામાં જ માને છે અને ભાજપએ વિકાસની રાજનીતિ કરે છે. ભાજપની સત્તામાં જુનાગઢ મહાનગરપાલિકા વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ, મહાનગરપાલિકાની ચૂંટણીની પૂરજોશથી તૈયારીઓમાં બંને પક્ષો લાગી ગયા છે, ત્યારે આગામી ચૂંટણીમાં મતદારો કોના ઉપર વિજય કળશ પધરાવશે તે તો આવનારો સમય જ બતાવશે.

Junagadh Palika Election 2025: ઉમેદવારો પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમને લઈને ઉમેદવારો પસંદગી માટે સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે પાર્ટી ક્યારે નામ જાહેર કરશે તેની રાહ જોઈને દાવેદાર બેઠા છે. ત્યારે પૂર્વ શાસક અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યા છે. બંને પક્ષ ચૂંટણી જીતવાના દાવાઓ કરી રહ્યા છે.

સ્થાનિકો હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત

જૂનાગઢમાં મહાનગરપાલિકા બન્યા તેને 22 વર્ષ પૂર્ણ થવા છતાં પણ હજુ મહાનગરપાલિકાની કોઈપણ સુવિધા સ્થાનિકોને મળતી નથી. જૂનાગઢવાસીઓને હજુ સુધી 1500 કરોડ જેવી માતબર ગ્રાન્ટ છેલ્લા પાંચ વર્ષમાં આપવા છતાં હજુ પણ પાયાની સુવિધાઓથી વંચિત રહ્યા છે. 2019માં મહાનગરપાલિકામાં ભાજપને જુનાગઢવાસીએ ખોબલે ખોબલે મત આપીને 57 સીટ આપી હતી, પરંતુ આજ દિન સુધી જુનાગઢવાસીઓ પ્રાથમિક સુવિધાના નામે વલખા મારી રહ્યા છે. દર વર્ષે બજેટમાં મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ સ્થળ ઉપર નક્કર કામગીરી જોવા મળતી નથી. જૂનાગઢમાં પ્રથમ ઓવરબ્રિજ બનવાની માત્ર વાતો જ કરવામાં આવે છે, જેની કાર્યવાહી આજ દિન સુધી શરૂ થઈ નથી.

ભાજપે 57 સીટ બહુમતીથી જીતી હતી

આ ઉપરાંત નરસિંહ મહેતા બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવા છતાં લોકોને તેની સુવિધાનો લાભ હજુ સુધી મળતો નથી. ત્યારે ઘણા વોર્ડમાં આજે પણ ફિલ્ટર કરેલું શુદ્ધ પાણી આપવામાં આવતું નથી, જેને લઈને વિપક્ષ દ્વારા ભાજપ ઉપર પ્રહારો કરવામાં આવ્યા છે. 2019માં જૂનાગઢની જનતાએ ભાજપ ઉપર વિશ્વાસ મૂકીને 57 સીટ બહુમતીથી આપી હતી, ત્યારથી જૂનાગઢનો વિકાસ શરૂ થયાનો દાવો સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ કર્યો હતો. ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત જૂનાગઢવાસીઓને આગામી 50 વર્ષ સુધી ગટરની કોઈ સમસ્યા ન રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

બંને પક્ષો મહાનગરપાલિકાની ચૂંટણીની પૂરજોશથી તૈયારીઓ લાગ્યા

અમૃતમ યોજના અંતર્ગત લોકોને ઘર ઘર સુધી પીવાના પાણીની પાઈપલાઈનો નાખવામાં આવી છે, તેમજ બ્યુટીફિકેશનને લઈને તેઓએ જણાવ્યું હતું કે નરસિંહ મહેતા તળાવ ઉત્કૃષ્ટ કામગીરીથી બનશે ત્યારે લોકો પણ જોતા રહી જશે. પરંતુ તે કામને લઈને થોડો વિલંબ થયો છે તેવું પણ સ્વીકાર્યું હતું. કોંગ્રેસ માત્ર આક્ષેપ કરવામાં જ માને છે અને ભાજપએ વિકાસની રાજનીતિ કરે છે. ભાજપની સત્તામાં જુનાગઢ મહાનગરપાલિકા વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી છે. આમ, મહાનગરપાલિકાની ચૂંટણીની પૂરજોશથી તૈયારીઓમાં બંને પક્ષો લાગી ગયા છે, ત્યારે આગામી ચૂંટણીમાં મતદારો કોના ઉપર વિજય કળશ પધરાવશે તે તો આવનારો સમય જ બતાવશે.