Junagadh : OMG, બેંક ઓફ બરોડના લોકરમાંથી ઘરેણાની ચોરી થતા પોલીસ દોડી

જૂનાગઢમાં બેંક ઓફ બરોડાના લોકરમાંથી ઘરેણાની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ છે,જાણે હવે એમ લાગે છે કે બેંકના લોકરમાં દાગીના મૂકવા સલામત નથી રહ્યાં,એમજી રોડ પર આવેલી BOBના લોકરમાંથી ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.બેંકના લોકરમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે જેના કારણે પોલીસે બેંકના કર્મચારીઓ અને બહાર બેઠેલી સિકયુરિટીની પૂછપરછ હાથધરી છે,પોલીસને શંકા છે કે બેંકનો જ કોઈ કર્મચારી જાણભેદુ હોઈ શકે છે. દાગીનાની કરી ચોરી જૂનાગઢમાં 13.94 લાખના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે,ફરિયાદીની ખોટી ઓળખ ધારણ કરી લોકર ખોલાયું છે તો બેંક કર્મી સાથે મળી અજાણ્યા શખ્સે લોકર ખોલ્યાનો આક્ષેપ લાગ્યો છે અને આ ઘટનામાં ફરિયાદીની ખોટી ઓળખ ધારણ કરી દાગીનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.પોલીસને શંકા છે કે બેંકના કર્મચારીએ ભેગા મળીને આ કારસ્તાન કર્યુ હોઈ શકે છે. ગુજરાતમાં બની આવી પહેલી ઘટના બેંકમાંથી ચોરી થવી એ સૌથી મોટી ઘટના કહી શકાય કેમકે બેંકની અંદર રહેલા લોકરમાંથી આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,મહત્વનું છે કે પોલીસ આરોપી સુધી ટૂંક જ સમયમાં પહોંચી જશે અને લોકરમાં થયેલી ચોરીને ભેદ પણ ઉકેલાઈ જશે,પરંતુ આવી રીતે બેંક કર્મીઓ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપે અથવા આપ્યો હોય તો તે યોગ્ય ગણાય નહી અને વિશ્વાસપાત્ર ગણાય નહી. સીસીટીવીના આધારે તાપાસ કરાઈ આ સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો પોલીસે હાલમાં બેંકની અંદરના અને બેંકની બહારના સીસીટીવી જપ્ત કર્યા છે,સાથે સાથે સાથે બેંકના કર્મચારીઓની પણ પૂછપરછ હાથધરવામાં આવી છે,હવે આરોપી કયારે ઝડપાય છે અને આ ચોરીમાં કોના-કોના નામ સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.  

Junagadh : OMG, બેંક ઓફ બરોડના લોકરમાંથી ઘરેણાની ચોરી થતા પોલીસ દોડી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢમાં બેંક ઓફ બરોડાના લોકરમાંથી ઘરેણાની ચોરી થતા પોલીસ પણ દોડતી થઈ છે,જાણે હવે એમ લાગે છે કે બેંકના લોકરમાં દાગીના મૂકવા સલામત નથી રહ્યાં,એમજી રોડ પર આવેલી BOBના લોકરમાંથી ચોરી થઈ હોવાની વાત સામે આવી છે.બેંકના લોકરમાં મુકેલા સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે જેના કારણે પોલીસે બેંકના કર્મચારીઓ અને બહાર બેઠેલી સિકયુરિટીની પૂછપરછ હાથધરી છે,પોલીસને શંકા છે કે બેંકનો જ કોઈ કર્મચારી જાણભેદુ હોઈ શકે છે.

દાગીનાની કરી ચોરી

જૂનાગઢમાં 13.94 લાખના સોના-ચાંદીના ઘરેણાની ચોરી થઈ છે,ફરિયાદીની ખોટી ઓળખ ધારણ કરી લોકર ખોલાયું છે તો બેંક કર્મી સાથે મળી અજાણ્યા શખ્સે લોકર ખોલ્યાનો આક્ષેપ લાગ્યો છે અને આ ઘટનામાં ફરિયાદીની ખોટી ઓળખ ધારણ કરી દાગીનાની ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ હાથધરી છે.પોલીસને શંકા છે કે બેંકના કર્મચારીએ ભેગા મળીને આ કારસ્તાન કર્યુ હોઈ શકે છે.

ગુજરાતમાં બની આવી પહેલી ઘટના

બેંકમાંથી ચોરી થવી એ સૌથી મોટી ઘટના કહી શકાય કેમકે બેંકની અંદર રહેલા લોકરમાંથી આ ચોરી થઈ હોવાની વાત સામે આવી છે,મહત્વનું છે કે પોલીસ આરોપી સુધી ટૂંક જ સમયમાં પહોંચી જશે અને લોકરમાં થયેલી ચોરીને ભેદ પણ ઉકેલાઈ જશે,પરંતુ આવી રીતે બેંક કર્મીઓ સાથે મળીને ચોરીની ઘટનાને અંજામ આપે અથવા આપ્યો હોય તો તે યોગ્ય ગણાય નહી અને વિશ્વાસપાત્ર ગણાય નહી.

સીસીટીવીના આધારે તાપાસ કરાઈ

આ સમગ્ર ઘટનામાં વાત કરવામાં આવે તો પોલીસે હાલમાં બેંકની અંદરના અને બેંકની બહારના સીસીટીવી જપ્ત કર્યા છે,સાથે સાથે સાથે બેંકના કર્મચારીઓની પણ પૂછપરછ હાથધરવામાં આવી છે,હવે આરોપી કયારે ઝડપાય છે અને આ ચોરીમાં કોના-કોના નામ સામે આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.