Junagadh News : જૂનાગઢમાં વિદ્યાર્થીઓને માર મુદ્દે મોટો ખુલાસો, હોસ્ટેલમાં રોફ જમાવવા વિદ્યાર્થીઓએ ગેંગ બનાવી અન્ય વિદ્યાર્થીઓને ઢીબી નાખ્યા

Sep 6, 2025 - 09:00
Junagadh News : જૂનાગઢમાં વિદ્યાર્થીઓને માર મુદ્દે મોટો ખુલાસો, હોસ્ટેલમાં રોફ જમાવવા વિદ્યાર્થીઓએ ગેંગ બનાવી અન્ય વિદ્યાર્થીઓને ઢીબી નાખ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જૂનાગઢની આલ્ફા ઈન્ટરનેશલ હોસ્ટેલકાંડમાં વાલીઓએ ફરિયાદ કરી છે, અમુક વિધાર્થીઓને નાસ્તો ન આપે, વાત ન માને તો મારતા હોવાનું ખુલ્યું છે, 2 વાલીઓએ 5 વિદ્યાર્થીઓ સામે નોંધાવી ફરિયાદ અને અત્યાર સુધી 3 ફરિયાદ જૂનાગઢ સી ડિવિઝનમાં નોંધાઇ છે, ઉપલેટા બાદ માંગરોળ, ધોરાજીના વિદ્યાર્થીની ઓળખ છઈ છે અને વીડિયો વાયરલ થતા જુવેનાઇલ એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

આલ્ફા ઇન્ટરનેશનલ કાંડમાં ખુલાસો આવ્યો

જૂનાગઢની હોસ્ટેલમાં ઉપલેટાના ધો.૧૨ સાયન્સના એક વિદ્યાર્થી ઉપર ચાર જેટલા વિદ્યાર્થીએ આક્રમકતાથી મારપીટ કર્યાના વિડીયો સામે આવ્યા પછી જે રીતે પોલીસમાં ફરિયાદ નોધવામાં આવી છે, તેના પછી હવે ગઈકાલે રાતે આજ હોસ્ટેલમાં ધોરાજી અને માંગરોળના બે વિદ્યાર્થીને પાંચ જેટલા વિદ્યાર્થીઓ ઢોરની માફક માર મારતા હોય તેવા વિડીયો વાયરલ થતા હોસ્ટેલના સંચાલકો સામે ચારેકોરથી ટિકારની લાગણી વ્યાપી છે, આજે આ મામલે પોલીસે વધુ બે વાલીના નિવેદન લઈને પાંચ વિદ્યાર્થી સામે જુવેનાઈલ જસ્ટીસ એક્ટ અન્વયે કાર્યવાહી કરી છે.

રોફ જમાવવા અમુક વિધાર્થીઓએ ગેંગ બનાવેલી

જૂનાગઢના પોલીસ સુત્રોએ જણાવ્યું કે, જે રીતે ફરિયાદમાં વાલીઓના નિવેદનો લેવામાં આવ્યા છે, અને અત્યાર સુધીમાં જેટલા વિડીયો સામે આવ્યા છે. તે જોતા પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે. કે હોસ્ટેલમાં અમુક વિધ્યાર્થીઓએ ગેંગ બનાવીને રોફ જમાવવા દાદાગીરી કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને નાસ્તો ના આપે તો માર મારવો, વાત નમાને તો, માર મારવો. કોઈ વિદ્યાર્થી કહ્યું ના કરે તો માર મારવો તેવી ઘટનાઓ આમાં સામલે છે. બાળકોનું ભવિષ્ય ના બગડે તે માટે અમુક વાલીઓ ફરિયાદથી દુર રહ્યા હતા. તપાસ બાદ કાર્યવાહી માટે કલેકટરે તપાસ સમિતિ નીમી : એસપી

જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું કે, જે રીતે હોસ્ટેલના એક પછી એક વિડીયો સામે આવી રહ્યા છે, જેને લઈને સ્થાનિક પોલીસ તંત્ર અને પ્રસાસન એક્શન મોડમાં આવ્યું છે. અને આ સમગ્ર મામલે તટસ્થ તપાસ માટે કલેકટરે એક તપાસ સમિતિ નીમી છે, જેમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી, નાયબ મ્યુ.કમિશનર, શિક્ષણાધિકારી, બાળ સુરક્ષા અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિ દ્વારા અનેક મુદ્દાઓને લઈને ઝીણવટભરી તપાસ કરીને રીપોર્ટ આપશે બાદમાં કાર્યવાહી કરવામાં આવશે. તપાસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને તપાસ કરાશે

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, કલેકટરે જે તપાસ સમિતિ બનાવી છે તેમાં અલગ વિભાગના પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી હોસ્ટેલની મંજુરીથી લઈને અત્યાર સુધીમાં કરવામાં આવેલી વિવિધ પ્રવુતિઓને તપાસવામાં આવશે. સાથે હોસ્ટેલનું બીયુ સર્ટીફીકેટ છે કે કેમ, તેની મનપામાંથી તપાસ થશે. સાથે રહેણાક વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ બાંધકામ છે કે કેમ તે તપાસશે. કોમર્શિયલ બાંધકામ અંગે તેમજ કોમર્શિયલ હોય તો, તેનો જીએસટી ટેક્ષ ભરવામાં આવી રહ્યો છે કે નહી તેની પણ તપાસ કરાશે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0