Junagadh News : જૂનાગઢના MLA સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની મળી ધમકી, 30 લાખ આંગડીયામાં મોકલવા કહ્યું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, રોનક ઠાકુર નામના શખ્સે ખંડણી માગી છે અને મારી નાખવાની ધમકી આપી છે, અને આંગડીયામાં રૂપિયા મોકલવા માટેનો વોટસઅપ મેસેજ પણ કર્યો છે, જૂનાગઢ બી ડિવિઝન પોલીસે સમગ્ર ઘટનામાં ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી
જૂનાગઢના MLA સંજય કોરડીયાને મારી નાખવાની ધમકી મળી છે અને MLA સંજય કોરડીયા પાસેથી ખંડણીની માગ પણ કરવામાં આવી છે, વોટસઅપમાં મેસેજ કરી 30 લાખ આંગડીયામાં અમદાવાદ મોકલવા કહ્યું છે અને વોટસઅપમાં અપશબ્દોના મેસેજ પણ કર્યા હોવાની વાત સામે આવી છે, રોનક ઠાકુર નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અને આ શખ્સે શું કામ આવો મેસેજ કર્યો તે ઝડપાયા બાદ જ પોલીસને ખબર પડશે અને કોઈના કહેવાથી આ રીતે ધમકી આપી છે તે દિશામાં પોલીસની તપાસ ચાલી રહી છે.
રોનક ઠાકુર નામના શખ્સ સામે નોંધાયો ગુનો
તો આ સમગ્ર ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું છે કે, રોનક ઠાકુર નામના શખ્સે આ મેસેજ કર્યો છે અને આવો મેસેજ કરવાનું કારણ હજી સામે આવ્યું નથી, પોલીસે પણ આઈટી એકટ હેઠળ ગુનો નોંધ્યો છે, કોઈ અંગત અદાવતમાં આ મેસેજ કરી ખંડણી માંગવામાં આવી છે તે દિશામાં તપાસ ચાલુ છે, તો હજી સુધી મેસેજ કરનાર રોનક ઠાકુર પોલીસના હાથે ઝડપાયો નથી, તો ધારાસભ્યએ પણ કોઈ રૂપિયા આંગડીયામાં મોકલાયા નથી અને બીજો કોઈ મેસેજ કે ફોન આવે તે પહેલા ફરિયાદ નોંધાવી છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

