Junagadh News: PGVCL અને દૂધાણા ગામ લોકો વચ્ચે વિવાદ, મકાનો પરથી પસાર થતા વીજ જોડાણને લઈને ગ્રામજનોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં PGVCL અને દૂધાણા ગામા લોકો વચ્ચે વિવાદ વકરી રહ્યો છે. ગામમાં મકાનો પરથી પસાર થતા વીજ જોડાણને લઈને ગ્રામજનોમાં રોષ ફેલાયો છે.દુધાણા ગામમાં વીજળીના થાંભલા અને વીજવાયરોને લઈને ગ્રામજનો અને પીજીવીસીએલ વચ્ચે મોટો વિવાદ ચાલી રહ્યો છે.ગામમાં વીજળીના વીજવાયરો મોટાભાગના મકાનો પરથી પસાર થાય છે. જેના કારણે ચોમાસામાં કરંટ લાગવાનો ભય રહે છે. વીજળીના નાના ટ્રાન્સફોર્મર બળી જવાથી ઘરવખરીને નુકસાન થાય છે.
થાંભલામાં કરંટ આવતો હોવાથી બજારમાં નીકળવું મુશ્કેલ
દૂધાળા ગામમાં ચોમાસા દરમિયાન વીજળીના થાંભલામાં કરંટ આવતો હોવાથી બજારમાં નીકળવું મુશ્કેલ બને છે.નાના ટ્રાન્સફોર્મર પર વીજળી પડવાથી તે બળી જાય છે. જેના કારણે આજુબાજુના ચાર-પાંચ ઘરોમાં વીજ ઉપકરણો બળી જાય છે જેનાથી ગ્રામજનોને મોટી નાણાકીય નુકસાની થાય છે.ગામના લગભગ તમામ મકાનો પરથી વીજળીના વાયરો પસાર થાય છે જેના કારણે ધાબા પર જવું જોખમી બન્યું છે.ભૂલથી કોઈ બાળક ધાબા પર ચડી જાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી
આ સમસ્યા અંગે અનેકવાર સાંસદ,જૂનાગઢ જિલ્લા પ્રમુખ, અને અન્ય સ્થાનિક નેતાઓને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.નાના ટ્રાન્સફોર્મરને ગામની બહાર બે કે ત્રણ મોટા ટ્રાન્સફોર્મરમાં ફેરવી દેવામાં આવે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય.દુધાણા ગામમાં 11 કે.વી.ની લાઈન છે.અગાઉ કેબલ નાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને તેની મંજૂરી પણ મળી ગઈ હતી.
ગામલોકોના વિરોધને કારણે તે કામ થઈ શક્યું નથી
કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું પરંતુ ગામલોકોના વિરોધને કારણે તે કામ થઈ શક્યું નથી.કોન્ટ્રાક્ટર પાસે હજુ પણ માલસામાન ઉપલબ્ધ છે. બીજી તરફ PGVCLના અધિકારીઓનો દાવો છે કે આ ટ્રાન્સફોર્મર વીજળીનો લોસ ઘટાડવા માટે લગાવવામાં આવ્યા છે અને તેને દૂર કરવું શક્ય નથી.લોકોની માંગણી એ છે કે જે નાના ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા છે તેને દૂર કરવામાં આવે.આમ જિલ્લા લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત ટૂંક સમયમાં આવે તેવી ગામજનો દ્વારા પણ માંગણી કરવામાં આવી છે.
What's Your Reaction?






