Junagadh BJPનો આંતરિક વિવાદ ચરમસીમાએ, જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ

પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે: ખટારીયા કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે જૂનાગઢ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પ્રહારો સામે આવ્યા છે. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા છે. દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તમે ચૂંટણીઓ હાર્યા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી. શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પ્રહારો કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સવાલો કર્યા છે. તેમાં જવાહર ચાવડાએ અને તેમના પરિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. લોકસભાની વિધાનસભા 2024 માટે સંમેલન બોલાવ્યું હતું. તમે ચૂંટણીઓ હારી ગયા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી. કમળનું બેનર હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઇક નવાજૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી ભાજપનું ચિહ્ન (કમળ) તેમન ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે. મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ પ્રહાર કર્યા સૌથી મહત્ત્વની વાત એ છે કે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં છ જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. હું મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ બનાવી છે. ભાજપના લોકોમાં ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા વાત કરવી હતી.' જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'જવાહર ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે. જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે. મજબૂત નેતાઓને ભાજપ સાઇડલાઇન કરે છે. જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે. ભાજપના નેતાઓ માત્ર કમળના નિશાનથી જ ઓળખાય છે.' આ ઉપરાંત કોંગ્રેસ નેતા હીરા જોટવાએ કહ્યું હતું કે 'ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે. કોંગ્રેસના નેતાઓને લઈ જઈને ભાજપે પૂરા કરવાનું કામ કર્યું. જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી છે.' જાણો કોણ છે જવાહર ચાવડા ધોરાજીના ભાડજલિયામાં જન્મેલા જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. હાલ, તેઓ ભાજપના નેતા છે. આ અગાઉ તેઓ જવાહર ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. કોમર્સ ગ્રૅજ્યુએટ થયેલા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે. તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા. પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાહર ચાવડાએ સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું. 1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા 1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ઈતિહાસ દોહરાયો અને ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા. 2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. સતત ત્રણ ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી હતી. માણાવદરની જનતાએ 2007માં ચૂંટ્યા પછી સતત ત્રીજી વાર તેમને જીતાડ્યા છે.ત્યારે બાદ તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની જીત થઈ હતી. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.

Junagadh BJPનો આંતરિક વિવાદ ચરમસીમાએ, જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ
  • જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે: ખટારીયા
  • કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે

જૂનાગઢ ભાજપનો આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાના પ્રહારો સામે આવ્યા છે. તેમાં પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા સામે ગંભીર આક્ષેપ થયા છે. દિનેશ ખટારીયાએ જણાવ્યું છે કે જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. તેમાં કમળ હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તમે ચૂંટણીઓ હાર્યા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી.

શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો

શહેર ભાજપમાં આંતરિક વિવાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાએ પ્રહારો કરતા પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને સવાલો કર્યા છે. તેમાં જવાહર ચાવડાએ અને તેમના પરિવારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે. લોકસભાની વિધાનસભા 2024 માટે સંમેલન બોલાવ્યું હતું. તમે ચૂંટણીઓ હારી ગયા ત્યારે તમારી લોકપ્રિયતા ક્યાં હતી. કમળનું બેનર હટાવીને પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ સાબિત કરી છે. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીઓ પુરી થઈ ત્યારે પોરબંદર લોકસભા ક્ષેત્રમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. આગામી ટૂંક સમયમાં માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા કંઇક નવાજૂની કરે તેવું લાગી રહ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરથી ભાજપનું ચિહ્ન (કમળ) તેમન ભાજપને લગતી તમામ પોસ્ટ પણ ડિલીટ કરી દીધી છે.

મનસુખ માંડવિયા પર જવાહર ચાવડાએ પ્રહાર કર્યા

સૌથી મહત્ત્વની વાત એ છે કે જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાને ઉદ્દેશીને એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે, 'મારી ઓળખ પર ભાજપે પોતાની ઓળખ બનાવી છે. મેં છ જિલ્લાના 21 તાલુકાઓમાં અભિયાન ચલાવીને 75 હજારથી વધુ પરિવારોને બીપીએલનો લાભ અપાવ્યો છે. હું મશાલ લઇ લડત કરતો હતો. મારી એક અલગ ઓળખ છે અને મારી ઓળખ પર ભાજપે તેમની ઓળખ બનાવી છે. ભાજપના લોકોમાં ત્રેવડ હોત તો ચૂંટણી પહેલા વાત કરવી હતી.'

જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી

જવાહર ચાવડાના નિવેદન બાદ કોંગ્રેસ નેતા લલિત કગથરાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, 'જવાહર ચાવડાની ઈચ્છા હોય તો કોંગ્રેસમાં સ્વાગત છે. જો જવાહર ચાવડા આવતા હોય તો કોંગ્રેસમાં વેલકમ છે. મજબૂત નેતાઓને ભાજપ સાઇડલાઇન કરે છે. જવાહર ચાવડા ભાજપની વાસ્તવિકતા બહાર લાવ્યા છે. ભાજપના નેતાઓ માત્ર કમળના નિશાનથી જ ઓળખાય છે.' આ ઉપરાંત કોંગ્રેસ નેતા હીરા જોટવાએ કહ્યું હતું કે 'ભાજપ નેતાઓને ખતમ કરવાનું કામ કરે છે. કોંગ્રેસના નેતાઓને લઈ જઈને ભાજપે પૂરા કરવાનું કામ કર્યું. જવાહર ચાવડાએ ભાજપમાં જઈ મોટી ભૂલ કરી છે.'

જાણો કોણ છે જવાહર ચાવડા

ધોરાજીના ભાડજલિયામાં જન્મેલા જવાહર ચાવડા આહિર સમાજના અગ્રણી છે. હાલ, તેઓ ભાજપના નેતા છે. આ અગાઉ તેઓ જવાહર ચાવડા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને તેઓ વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલા હતા. કોમર્સ ગ્રૅજ્યુએટ થયેલા જવાહર ચાવડા 1990, 2007, 2012 અને 2017થી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસમાંથી ધારાસભ્ય પદે જીતતા આવ્યા છે. તેઓ સ્થાનિક રાજકારણમાં 1988થી સક્રિય છે. તેમના પિતા પેથલજી ચાવડા પણ કોંગ્રેસના નેતા હતા. પેથલજી ચાવડાનો રાજકીય વારસો જવાહર ચાવડાએ સંભાળ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને જામનગરમાં પેથલજીભાઈ શિક્ષણ માટે કામ કરતા હતા. સમાજ ઉપયોગી કામ માટે પેથલજી ચાવડા પણ લોકનેતા તરીકે જાણીતા હતા. માણાવદરમાં સૌથી પહેલા પેથલજી ચાવડાએ લોકોના દિલ જીત્યા હતા. જવાહર ચાવડાના પિતા પેથલજી ચાવડા માણાવદરના ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ જવાહર ચાવડાએ રાજનીતિમાં ઝંપલાવ્યું હતું.

1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા

1995માં રતિલાલ સુરેજા સામે જવાહર ચાવડા ચૂંટણી હારી ગયા હતા. 1998માં પણ ઈતિહાસ દોહરાયો અને ફરી રતિલાલ સામે જવાહર ચાવડા હારી ગયા. 2007માં પહેલીવાર જવાહર ચાવડા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેની સામે બે વાર ચૂંટણી હાર્યા હતા તે રતિભાઈને જવાહર ચાવડાએ હરાવ્યા હતા. 2012માં રતિભાઈ સુરેજાને હરાવીને બીજીવાર જવાહર ચાવડા ધારાસભ્ય બન્યા હતા. 2017માં પણ જવાહર ચાવડા ધારાસભાની ચૂંટણી જીતીને ત્રીજી વાર ધારાસભ્ય બન્યા હતા. 2017માં જવાહર ચાવડાએ નીતિન ફળદુને હરાવીને માણાવદર બેઠક જીતી હતી. સતત ત્રણ ચૂંટણી જીતીને યુવા ધારાસભ્ય તરીકે મતદારોમાં અલગ છાપ છોડી હતી. માણાવદરની જનતાએ 2007માં ચૂંટ્યા પછી સતત ત્રીજી વાર તેમને જીતાડ્યા છે.ત્યારે બાદ તેઓ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, જેને લઈને માણાવદર બેઠક પર પેટા ચૂંટણી થઈ હતી. પેટા ચૂંટણીમાં જવાહર ચાવડાની જીત થઈ હતી. જો કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ચિહ્ન પર લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.