Junagadh: લોકોની સુરક્ષા માટે પોલીસ ખડેપગે, તમામ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
સુરત અને વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ જુનાગઢમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસની સતર્કતાથી આવા કિસ્સાઓને અટકાવવામાં આવ્યા છે. જેમાં નવરાત્રિ દરમિયાન એકાંતમાં મળેલા પ્રેમી પંખીડાઓને પોલીસે સમજાવટ કરીને ઘરે પરત મોકલી આપ્યા હતા.જૂનાગઢ પોલીસનું તમામ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ નવરાત્રિ દરમિયાન ગરબાના બહાના કરીને પોતાના પ્રિયજનને મળવા આતુર બનેલા પ્રેમી પંખીડાઓ એકાંતમાં મળતા હોય છે, ત્યારે સુરત અને વડોદરામાં નવરાત્રિ દરમિયાન બનેલા સામુહિક દુષ્કર્મના બનાવો ન બને તે માટે જુનાગઢ પોલીસ સર્તક બની હતી અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને આવી અનિચ્છનીય ઘટનાઓને ટાળી હતી. જેમાં જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પ્રેમી પંખીડાઓ એકાતમાં મળતા હોય છે, તેવા વિસ્તારોમાં સતત બાઈક ઉપર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું અને 60થી વધુ આવા પ્રેમી પંખીડાઓને સમજાવીને હોસ્ટેલ કે ઘરે પરત મોકલી આપ્યા હતા. પોલીસ આવી જતા લુખ્ખા તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક પ્રેમી યુગલ એકાંતમાં મળ્યા હતા, ત્યારે કેટલાક શખ્સો દ્વારા નકલી પોલીસ બનીને તેમની પાસેથી ખંડણી માગવામાં આવી હતી. યુવતીની સજાગતાથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ આવી જતા લુખ્ખા તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આ પ્રેમી યુગલને સમજાવી ઘરે પરત મોકલવામાં આવ્યું હતું અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. હજુ પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને યુવક અને યુવતીઓને પણ એકાંતમાં ન મળવા માટે સલાહ આપી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત અને વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ જુનાગઢમાં આવી કોઈ ઘટના ન બને તે માટે પોલીસની સતર્કતાથી આવા કિસ્સાઓને અટકાવવામાં આવ્યા છે. જેમાં નવરાત્રિ દરમિયાન એકાંતમાં મળેલા પ્રેમી પંખીડાઓને પોલીસે સમજાવટ કરીને ઘરે પરત મોકલી આપ્યા હતા.
જૂનાગઢ પોલીસનું તમામ વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
નવરાત્રિ દરમિયાન ગરબાના બહાના કરીને પોતાના પ્રિયજનને મળવા આતુર બનેલા પ્રેમી પંખીડાઓ એકાંતમાં મળતા હોય છે, ત્યારે સુરત અને વડોદરામાં નવરાત્રિ દરમિયાન બનેલા સામુહિક દુષ્કર્મના બનાવો ન બને તે માટે જુનાગઢ પોલીસ સર્તક બની હતી અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરીને આવી અનિચ્છનીય ઘટનાઓને ટાળી હતી. જેમાં જુનાગઢના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પ્રેમી પંખીડાઓ એકાતમાં મળતા હોય છે, તેવા વિસ્તારોમાં સતત બાઈક ઉપર પેટ્રોલિંગ કરવામાં આવતું હતું અને 60થી વધુ આવા પ્રેમી પંખીડાઓને સમજાવીને હોસ્ટેલ કે ઘરે પરત મોકલી આપ્યા હતા.
પોલીસ આવી જતા લુખ્ખા તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા
તેમજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક પ્રેમી યુગલ એકાંતમાં મળ્યા હતા, ત્યારે કેટલાક શખ્સો દ્વારા નકલી પોલીસ બનીને તેમની પાસેથી ખંડણી માગવામાં આવી હતી. યુવતીની સજાગતાથી તાત્કાલિક કંટ્રોલ રૂમમાં ફોન કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ આવી જતા લુખ્ખા તત્વો ત્યાંથી નાસી છૂટ્યા હતા અને આ પ્રેમી યુગલને સમજાવી ઘરે પરત મોકલવામાં આવ્યું હતું અને જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. હજુ પણ પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને યુવક અને યુવતીઓને પણ એકાંતમાં ન મળવા માટે સલાહ આપી રહી છે.