Junagadh: જિલ્લામાં મેઘરાજાએ 39 વર્ષનો રેકોર્ડ તોડ્યો, સિઝનમાં 77 ઈંચ વરસાદ
ચાલુ વર્ષે ચોમાસું સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જ્યારે અડધું ચોમાસું પુર્ણ થયા બાદ જ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે સીઝનનાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ-1985 બાદ આ સીઝનમાં 77 ઈંચ વરસાદ પડતાં છેલ્લા 39 વર્ષનો રેકર્ડ તુંટ્યો છે. જેમાં પણ છેલ્લાં દશ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ જ્યારે ચાલું વર્ષે 17 ઈંચ જેટલો નોંધાયો છે. આમ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતું ઓક્ટોમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મેઘ-મહેરથી જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં ધીંમતભાઈ વઘાસિયાનાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સર્વત સાર્વત્રિક વરસાદ પડતાં મેઘ-મહેરથી જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેના પગલે જિલ્લાભરનાં જળનાં સ્ત્રોત જેવા કે નદી, ઝરણા, ડેમ, નાળા, ચેક ડેમો, કુવા અને બોર સહિતનાં છલોછલ થયા છે. ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 39 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તુટ્યો છે. હજુ તો આગામી એકથી દોઢ મહિના દરમ્યાન હળવા-મધ્યમ અને છુટા છુવાયા વરસાદ પડવાની શક્યાઓ રહેલી છે. પરંતુ ચાલુ સિઝનમાં જ વર્ષ-1985 બાદ સિઝનનો રેકર્ડ બ્રેક 78 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ચાલું વર્ષે ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો તેમાં પણ આ વર્ષે રેકર્ડ બ્રેક 17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા દશ વર્ષમાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ અને ત્યારબાદ આ વર્ષે ફરીથી ઓગસ્ટ મહિનામાં જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેનાં પગલે અમૂક ડેમો ઓવર ફ્લો થતાં ડેમનાં પાટિયા ખોલવાની પણ ફરજ પડી હતી. આમ, સર્વત્ર મેઘ-મહેર રહેતાં જિલ્લા ભરનાં જગતનાં તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ચોમાસું કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી શરૂ થતું હોય છે. અને ત્યાંથી જ વિદાય લેતું હોય છે. જ્યારે વરસાદનાં વિરામની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ચોમાસું સમયસર વિદાય લે તેવી શક્યતાઓ હાલ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે ગુજરાત, સૌરાષ્ટ્રનાં પવની દિશા સ્પટેમ્બર મહિનાનાં અંતમાં બદલાશે. જેથી વરસાદનાં વળતાં પવન શરૂ થવાની સાથે જ ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતથી જ ચોમાસું વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતાં લાગી રહ્યું છે. નૈઋત્ય દિશાથી પવન ફૂકાતાં હળવા ઝાંપટાં પડી શકે જુનાગઢ, હાલ સીયર ઝોન મધ્ય ભારતમાં સ્થિર રહેતાં પવનની દિશા હાલ નેરૂધ્ય તરફ રહેતાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેથી આજનાં દિવસે છુટા છવાયાં વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આગામી દિવસોમાં ધીમે-ધીમે આકાશ અંશત વાદળછાયું અને ચોખ્ખું રહેતાં વરસાદ નહિવત જોવા મળશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચાલુ વર્ષે ચોમાસું સીઝનમાં રાજ્યભરમાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી હતી. જ્યારે અડધું ચોમાસું પુર્ણ થયા બાદ જ સિઝનનો 100 ટકા વરસાદ પડી ગયો હતો. જ્યારે સીઝનનાં કુલ વરસાદની વાત કરવામાં આવે તો વર્ષ-1985 બાદ આ સીઝનમાં 77 ઈંચ વરસાદ પડતાં છેલ્લા 39 વર્ષનો રેકર્ડ તુંટ્યો છે. જેમાં પણ છેલ્લાં દશ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ જ્યારે ચાલું વર્ષે 17 ઈંચ જેટલો નોંધાયો છે. આમ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસું ઋતું ઓક્ટોમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં વિદાય લેશે તેવી શક્યતાઓ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
મેઘ-મહેરથી જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી
જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં હવામાન વિભાગનાં ધીંમતભાઈ વઘાસિયાનાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં સર્વત સાર્વત્રિક વરસાદ પડતાં મેઘ-મહેરથી જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેના પગલે જિલ્લાભરનાં જળનાં સ્ત્રોત જેવા કે નદી, ઝરણા, ડેમ, નાળા, ચેક ડેમો, કુવા અને બોર સહિતનાં છલોછલ થયા છે. ત્યારે વરસાદની વાત કરવામાં આવે તો છેલ્લા 39 વર્ષનો રેકોર્ડ આ વર્ષે તુટ્યો છે. હજુ તો આગામી એકથી દોઢ મહિના દરમ્યાન હળવા-મધ્યમ અને છુટા છુવાયા વરસાદ પડવાની શક્યાઓ રહેલી છે. પરંતુ ચાલુ સિઝનમાં જ વર્ષ-1985 બાદ સિઝનનો રેકર્ડ બ્રેક 78 ઈંચ વરસાદ નોંધાયો છે.
જ્યારે ચાલું વર્ષે ઓગસ્ટ મહિનાની વાત કરવામાં આવે તો તેમાં પણ આ વર્ષે રેકર્ડ બ્રેક 17 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લા દશ વર્ષમાં સૌથી વધુ વર્ષ-2020માં 34 ઈંચ અને ત્યારબાદ આ વર્ષે ફરીથી ઓગસ્ટ મહિનામાં જળ બંબાકારની પરિસ્થિતી જોવા મળી હતી. જેનાં પગલે અમૂક ડેમો ઓવર ફ્લો થતાં ડેમનાં પાટિયા ખોલવાની પણ ફરજ પડી હતી. આમ, સર્વત્ર મેઘ-મહેર રહેતાં જિલ્લા ભરનાં જગતનાં તાતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સામાન્ય રીતે ચોમાસું કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી શરૂ થતું હોય છે. અને ત્યાંથી જ વિદાય લેતું હોય છે. જ્યારે વરસાદનાં વિરામની વાત કરવામાં આવે તો આ વર્ષે પણ ચોમાસું સમયસર વિદાય લે તેવી શક્યતાઓ હાલ કૃષિ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કારણ કે ગુજરાત, સૌરાષ્ટ્રનાં પવની દિશા સ્પટેમ્બર મહિનાનાં અંતમાં બદલાશે. જેથી વરસાદનાં વળતાં પવન શરૂ થવાની સાથે જ ઓક્ટોમ્બર મહિનાની શરૂઆતથી જ ચોમાસું વિદાય લેશે તેવું હાલની સ્થિતીને જોતાં લાગી રહ્યું છે.
નૈઋત્ય દિશાથી પવન ફૂકાતાં હળવા ઝાંપટાં પડી શકે
જુનાગઢ, હાલ સીયર ઝોન મધ્ય ભારતમાં સ્થિર રહેતાં પવનની દિશા હાલ નેરૂધ્ય તરફ રહેતાં વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો છે. જેથી આજનાં દિવસે છુટા છવાયાં વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ આગામી દિવસોમાં ધીમે-ધીમે આકાશ અંશત વાદળછાયું અને ચોખ્ખું રહેતાં વરસાદ નહિવત જોવા મળશે.