Junagadh: ગિરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે પ્લાસ્ટિક મુક્ત અભિયાન શરૂ
જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા તંત્ર તરફથી વધુ એક વખત કરવામાં આવી છે. જેમાં વનસ્પતિથી બનાવવામાં આવેલી પ્લાન્ટસ્ટિક બોટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર પહેલમાં પ્રકૃતિને નુકશાન ન પહોચે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાતના એક સ્ટાર્ટઅપને મદદ કરી તેમના દ્વારા શેરડી અને મકાઈના છોતરામાંથી સંપૂર્ણ વનસ્પતિ આધારિત એગ્રીવેસ્ટ મટીરિયલ એવા પ્લાન્ટસ્ટિક બોટલ તૈયાર કરવામાં આવી છે. તેનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા તથા મહંત મહેશગીરી બાપુની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. પ્લાન્ટસ્ટિકનું નિર્માણ કરતી કંપનીના ડારેક્ટર નીખીલ કુમારે આ બોટલ તથા વનસ્પતિથી બનતી અન્ય વસ્તુઓ વિશે જાણકારી આપી આવનારા સમયમાં સમગ્ર ગીર વિસ્તાર અને સોરઠ પ્રદેશમાં પ્લાસ્ટિક મુક્ત વસ્તુઓ પહોચતી કરી અહિંની પ્રકૃતિના રક્ષણ માટે કંપની સહભાગી થશેજૂનાગઢ સ્થિત ભવનાથ પરિક્ષેત્ર અને ગરવા ગીરનારની પ્રકૃતિને માણવા દેશ-વિદેશથી સહેલાણીઓ અને ભાવીકો પર્યટન માટે આવતા હોય ત્યારે પ્રકૃતિના રક્ષણની જાળવણી મુખ્ય વિષય વસ્તુ બની રહી છે ત્યારે આ પહેલથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનું નિર્માણ કરી જૂનાગઢની ધરોહર સમા વન્ય-પ્રાણીઓ, પક્ષીઓ, અને જંગલ વિસ્તારને સ્વચ્છ રાખવામાં એક મુખ્ય ભાગ રહેશે. ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવી ગીરનારની લીલી પરીક્રમાં અને શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને આ સંપૂર્ણ વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણ અને વન્યપ્રાણીઓનું જતન કરવા જનમતને મહેષગીરી બાપુએ વીનંતી કરી હતી.આમ દર વર્ષની જેમ ગીરનાર ખાતે યોજાતી ગીરનાર લીલી પરિક્રમાંમાં હજારોની સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવે છે ત્યારે લોકોને પ્લાસ્ટિક ખૂબ નુકશાન કારક છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેના ભાગરૂપે પ્લાન્ટસ્ટિક બોટલનો ઉપયોગ કરી પર્યાવરણનુ જતન કરવા અપીલ કરાઇ હતી....
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર બનાવવા તંત્ર તરફથી વધુ એક વખત કરવામાં આવી છે. જેમાં વનસ્પતિથી બનાવવામાં આવેલી પ્લાન્ટસ્ટિક બોટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ ભવનાથ અને ગીરનાર વન વિસ્તારમાં પ્રકૃતિના રક્ષણ માટે શરૂ કરાયેલ પ્લાસ્ટિક મુક્ત ગીરનાર પહેલમાં પ્રકૃતિને નુકશાન ન પહોચે તેવા હેતુથી જિલ્લા વહીવટી તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ગુજરાતના એક સ્ટાર્ટઅપને મદદ કરી તેમના દ્વારા શેરડી અને મકાઈના છોતરામાંથી સંપૂર્ણ વનસ્પતિ આધારિત એગ્રીવેસ્ટ મટીરિયલ એવા પ્લાન્ટસ્ટિક બોટલ તૈયાર કરવામાં આવી છે. તેનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા તથા મહંત મહેશગીરી બાપુની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતું. પ્લાન્ટસ્ટિકનું નિર્માણ કરતી કંપનીના ડારેક્ટર નીખીલ કુમારે આ બોટલ તથા વનસ્પતિથી બનતી અન્ય વસ્તુઓ વિશે જાણકારી આપી આવનારા સમયમાં સમગ્ર ગીર વિસ્તાર અને સોરઠ પ્રદેશમાં પ્લાસ્ટિક મુક્ત વસ્તુઓ પહોચતી કરી અહિંની પ્રકૃતિના રક્ષણ માટે કંપની સહભાગી થશે
જૂનાગઢ સ્થિત ભવનાથ પરિક્ષેત્ર અને ગરવા ગીરનારની પ્રકૃતિને માણવા દેશ-વિદેશથી સહેલાણીઓ અને ભાવીકો પર્યટન માટે આવતા હોય ત્યારે પ્રકૃતિના રક્ષણની જાળવણી મુખ્ય વિષય વસ્તુ બની રહી છે ત્યારે આ પહેલથી પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનું નિર્માણ કરી જૂનાગઢની ધરોહર સમા વન્ય-પ્રાણીઓ, પક્ષીઓ, અને જંગલ વિસ્તારને સ્વચ્છ રાખવામાં એક મુખ્ય ભાગ રહેશે. ભવનાથ તિર્થક્ષેત્ર અને ગરવા ગીરનારની સોળે કળાએ ખીલેલી પ્રકૃતિના રક્ષણ માટેની આ પહેલને બિરદાવી ગીરનારની લીલી પરીક્રમાં અને શિવરાત્રીના મેળામાં આવતા ભાવિકોને આ સંપૂર્ણ વનસ્પતિથી બનેલ પ્લાન્ટસ્ટિકનો ઉપયોગ કરી પર્યાવરણ અને વન્યપ્રાણીઓનું જતન કરવા જનમતને મહેષગીરી બાપુએ વીનંતી કરી હતી.
આમ દર વર્ષની જેમ ગીરનાર ખાતે યોજાતી ગીરનાર લીલી પરિક્રમાંમાં હજારોની સંખ્યામાં ભાવિકો પૂણ્યનું ભાથુ બાંધવા આવે છે ત્યારે લોકોને પ્લાસ્ટિક ખૂબ નુકશાન કારક છે અને તેનો ઉપયોગ ન કરવો જોઈએ તેના ભાગરૂપે પ્લાન્ટસ્ટિક બોટલનો ઉપયોગ કરી પર્યાવરણનુ જતન કરવા અપીલ કરાઇ હતી....