Junagadhમાં સજા કાપી રહેલા સરપંચને ભ્રષ્ટ્રાચારને લઈ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ
જૂનાગઢમાં ભ્રષ્ટાચારી સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે.શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કોઝવે અને પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે સરપંચે પરિચિતના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા અને હિસાબ આપ્યો ન હતો જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે,હાલ સરપંચ મોહિત દયતર જેલમાં સજા કાપી રહ્યો છે.હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં સજા કાપે છે.જિલ્લા વિકાસ અધિકારી આકરા પાણીએ જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારીએ શેરગઢ ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે,સરપંચ દ્રારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હતો જેને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,ગ્રામજનો દ્રારા પણ ફરિયાદ કરવામાં આવી હતી કે સરપંચ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે અને તે બાબતને લઈ તપાસ કરતા સામે આવ્યું કે સરપંચ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે.વિદેશમાં તેમના સંબધી રહે છે તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાની વાત સામે આવી છે. સરપંચ હાલ જેલમાં છે સરપંચ મોહિત દયતર હાલ જેલમાં છે અને જેલના સળિયા ગણી રહ્યો છે,સરપંચ દ્રારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વાતને લઈ તેને સજા પડી રહી છે,તો સરપંચ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે,સરપંચ તરીકે ચૂંટીને લાવ્યા પણ કોઈ કામગીરી કરતા નથી અને કરે છે તો માત્ર ભ્રષ્ટ્રાચાર.જિલ્લા વિકાસ અધિકારીએ પણ ગામની મુલાકાત લીધી હતી તો ગામમાં પણ જોઈએ તેવો વિકાસ થયો નથી જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી પણ રોષે ભરાયા હતા. 22 સપ્ટેમ્બર 2024ના રોજ જૂનાગઢમાં 35 સરપંચે રાજીનામાં આપ્યા જૂનાગઢ તાલુકામાં એકસાથે 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યાં હોવાની ઘટના બની હતી.પ્રાથમિક માહિતી અનુસાર, વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી હતી. સરપંચોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં વિવિધ વિકાસ કામો થઈ રહ્યા નથી. આથી, તેમણે રાજીનામાં આપ્યાં હતી.વધુમાં તેમણે બોલાવેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હાજર પણ ન રહેતા સરપંચોમાં રોષ જોવા મળ્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જૂનાગઢમાં ભ્રષ્ટાચારી સરપંચને જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા છે.શેરગઢ ગ્રામ પંચાયતના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.કોઝવે અને પાણીના ટાંકામાં ભ્રષ્ટાચાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે સરપંચે પરિચિતના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા અને હિસાબ આપ્યો ન હતો જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી દ્રારા કાર્યવાહી કરવામાં આવી છે,હાલ સરપંચ મોહિત દયતર જેલમાં સજા કાપી રહ્યો છે.હત્યાના પ્રયાસના ગુનામાં જેલમાં સજા કાપે છે.
જિલ્લા વિકાસ અધિકારી આકરા પાણીએ
જૂનાગઢના જિલ્લા વિકાસ અધિકારીએ શેરગઢ ગામના સરપંચને સસ્પેન્ડ કર્યા છે,સરપંચ દ્રારા ભ્રષ્ટ્રાચાર કરવામાં આવતો હતો જેને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે,ગ્રામજનો દ્રારા પણ ફરિયાદ કરવામાં આવી હતી કે સરપંચ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યા છે અને તે બાબતને લઈ તપાસ કરતા સામે આવ્યું કે સરપંચ ભ્રષ્ટ્રાચાર કરી રહ્યાં છે.વિદેશમાં તેમના સંબધી રહે છે તેમના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાની વાત સામે આવી છે.
સરપંચ હાલ જેલમાં છે
સરપંચ મોહિત દયતર હાલ જેલમાં છે અને જેલના સળિયા ગણી રહ્યો છે,સરપંચ દ્રારા હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે વાતને લઈ તેને સજા પડી રહી છે,તો સરપંચ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે,ગ્રામજનોનો આક્ષેપ છે કે,સરપંચ તરીકે ચૂંટીને લાવ્યા પણ કોઈ કામગીરી કરતા નથી અને કરે છે તો માત્ર ભ્રષ્ટ્રાચાર.જિલ્લા વિકાસ અધિકારીએ પણ ગામની મુલાકાત લીધી હતી તો ગામમાં પણ જોઈએ તેવો વિકાસ થયો નથી જેને લઈ જિલ્લા વિકાસ અધિકારી પણ રોષે ભરાયા હતા.
22 સપ્ટેમ્બર 2024ના રોજ જૂનાગઢમાં 35 સરપંચે રાજીનામાં આપ્યા
જૂનાગઢ તાલુકામાં એકસાથે 35 જેટલા સરપંચોએ રાજીનામાં આપ્યાં હોવાની ઘટના બની હતી.પ્રાથમિક માહિતી અનુસાર, વહીવટીતંત્ર અને સરપંચો વચ્ચે વિવાદ થયાની ચર્ચા થઈ રહી હતી. સરપંચોનું કહેવું છે કે તેમના વિસ્તારમાં વિવિધ વિકાસ કામો થઈ રહ્યા નથી. આથી, તેમણે રાજીનામાં આપ્યાં હતી.વધુમાં તેમણે બોલાવેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી હાજર પણ ન રહેતા સરપંચોમાં રોષ જોવા મળ્યો હતો.