JEE એડવાન્સમાં પહેલીવાર ગુજરાતના 10 વિદ્યાર્થી દેશના ટોપ 100માં, અમદાવાદના મોહિતે મેળવ્યો 12મો રેન્ક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
JEE Advanced 2025 Result: દેશની વિવિધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT)માં પ્રવેશ માટેની જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ (JEE) એડવાન્સ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રથમવાર ગુજરાતના એક સાથે 10 વિદ્યાર્થી દેશના ટોપ 100 રેન્કમાં આવ્યા છે. વર્ષ 2024માં 6 વિદ્યાર્થી દેશના ટોપ 100માં હતા. જો કે, ગત વર્ષે ગુજરાતની વિદ્યાર્થિની 7માં રેન્ક સાથે દેશના ટોપ 10માં હતી. ત્યારે આ વર્ષે દેશના ટોપ 10 રેન્કમાં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નથી. પરંતુ અમદાવાદનો મોહિત અગ્રવાલ 12મા રેન્ક સાથે દેશના ટોપ 20 રેન્કમાં આવ્યો છે.
What's Your Reaction?






