Jamnagarમાં આરોપીએ 11 વિઘા સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરાતા તોડી પડાયું
જામનગર ગ્રામ્ય તાલુકાના પંચે પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા થાવરીયા ગામે ગૌચર જમીન સર્વે નં. જૂના ૪૦૦/પૈકી ૨૬ જેના નવા સર્વે નં. ૮૭૩ ખાતે દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ નાઓએ ૧૧ વીધા (ચો.મી. આશરે - ૧૮૪૫૮) જમીનમાં ' અશદ ફાર્મ હાઉસ ' તથા તાર ફેન્સિંગ કરી દબાણ કર્યુ છે.ગૌચરની જમીનમાં ઉભુ કરાયેલું દબાણ તોડી પડાયું છે.આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે,NDPS,બળાત્કાર અને આર્મ્સ એક્ટના નોંધાયા છે સાત ગુના.ગેરકાયદેસર જમીન પર બાંધકામ આ દબાણકર્તા હુશેનભાઈ ગુલમામદ શેખ વિરૂધ્ધ હાલમાં જ નવેમ્બર - ૨૦૨૪ માં સિટી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામુહિક બળાત્કાર તથા આજદિન સુધી પંચ એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન.ડી.પી.એસ.બળાત્કાર, આર્મ્સ એક્ટ તથા પ્રોહીબિશન એક્ટ સહિત કુલ - ૦૭ ગુના દાખલ થયેલ છે.આરોપી હાલમાં મળી આવ્યો નથી,તે મળી આવશે એટલે પોલીસ તેની સામે પણ કાર્યવાહી કરશે અને તપાસ કરશે,હાલમાં જામનગર જિલ્લામાં અનેક ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલા બાંધકામ તોડી પડાયા છે. દબાણો કરાયા દૂર જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા સવારે ફરીથી જી.જી. હોસ્પિટલ રોડ પર દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસ્ટેટ અધિકારીની રાહબરી હેઠળ તેમની ટીમે મોટા પાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, અને જી.જી. હોસ્પિટલની સામેના ભાગમાં આવેલી તમામ દુકાનના દ્વારે ખડકાયેલો માલ સામાન કબજે કરી લેવાયો હતો, અને મુખ્ય રોડને ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. બોરસદમાં પણ દબાણ દૂર કરાયા બોરસદ નગરપાલિકા દ્વારા આણંદ ચોકડી, વાસદ ચોકડી, મામલતદાર રોડ સહિતના વિસ્તારોમાં ગુરૂવારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. પાલિકાએ ભાડે આપેલી દુકાનોના ભાડૂઆતો દ્વારા કરાયેલા 27 દબાણો સહિત 300થી વધુ કાચા-પાકા દબાણો એક દિવસમાં દૂર કરવામાં આવ્યા હતા. જ્યારે કેટલાક દબાણકર્તાઓએ વિરોધ કરતા પાલિકા દ્વારા નક્શાઓ સાથે એન્જિનિયરોને બોલાવી, માપણી કરી, દબાણો પર બૂલડોઝર ફેરવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -