ખ્યાતિ હોસ્પિટમાં PMJAY હેઠળ થયેલા ઓપરેશનની વિગતો મંગાવાઇ
અમદાવાદ,શનિવારખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક ફાયદો કરવાના ઇરાદે ખોટી રીતે કરવામાં આવેલી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કાંડમાં બે વ્યક્તિઓના મોતના મામલે વસ્ત્રાપુર પોલીસે શનિવારે ડૉ. પ્રશાંત વઝીરાનીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. સાથેસાથે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી પીએમજેએવાય હેઠળ કરવામાં આવેલા ઓપરેશનની વિગતો પણ આરોગ્ય વિભાગ પાસેથી મંગાવી છે. જે તપાસ માટે મહત્વની કડી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત, બોરીસણા ગામે પોલીસે ૧૭ જેટલા લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. એસ જી હાઇવે બોડકદેવ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવાના ઇરાદે ખોટા રિપોર્ટ બનાવીને બોરીસણા ગામના ૧૯ જેટલા દર્દીઓ પૈકી ૧૭ને એન્જિયોગ્રાફી અને બે વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદ,શનિવાર
ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક ફાયદો કરવાના ઇરાદે ખોટી રીતે કરવામાં આવેલી એન્જિયોપ્લાસ્ટી અને એન્જિયોગ્રાફી કાંડમાં બે વ્યક્તિઓના મોતના મામલે વસ્ત્રાપુર પોલીસે શનિવારે ડૉ. પ્રશાંત વઝીરાનીને સાથે રાખીને હોસ્પિટલમાં તપાસ કરી હતી. સાથેસાથે ખ્યાતિ હોસ્પિટલમાં અત્યાર સુધી પીએમજેએવાય હેઠળ કરવામાં આવેલા ઓપરેશનની વિગતો પણ આરોગ્ય વિભાગ પાસેથી મંગાવી છે. જે તપાસ માટે મહત્વની કડી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત, બોરીસણા ગામે પોલીસે ૧૭ જેટલા લોકોના નિવેદનો પણ નોંધ્યા હતા. એસ જી હાઇવે બોડકદેવ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેએવાય હેઠળ આર્થિક લાભ લેવાના ઇરાદે ખોટા રિપોર્ટ બનાવીને બોરીસણા ગામના ૧૯ જેટલા દર્દીઓ પૈકી ૧૭ને એન્જિયોગ્રાફી અને બે વ્યક્તિને એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.