Jamnagarના ધ્રોલમાં ઉધાર સિગારેટ આપવાની ના પાડતા વેપારી પર હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં એક વેપારી પર થયેલા હિંસક હુમલાના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે શખ્સોને દબોચી લીધા છે. માત્ર સિગારેટના પૈસા માંગવા જેવી નજીવી બાબતે વેપારીની દુકાનમાં ઘૂસીને આતંક મચાવનાર શખ્સો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. ધ્રોલમાં દુકાન ધરાવતા વેપારી વિજય ગડારા પાસે આરોપીઓ અગાઉ સિગારેટ ઉધાર લઈ ગયા હતા. જ્યારે આ શખ્સો ફરીથી ઉધારમાં સિગારેટ લેવા આવ્યા, ત્યારે વેપારીએ જૂના બાકી પૈસાની માંગણી કરી હતી.
પોલીસે હુમલો કરનાર બે આરોપીને ઝડપી પાડ્યા
આ સાંભળીને ઉશ્કેરાયેલા બંને શખ્સોએ દુકાનમાં તોડફોડ કરી ધમાલ મચાવી હતી અને વેપારી પર હિંસક હુમલો કર્યો હતો. વેપારી વિજય ગડારાએ આ મામલે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી નીચે મુજબના બે શખ્સોની ધરપકડ કરી છે: મનીષ પરમાર ઉર્ફે કબૂતર, માંડા જુંજા. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પકડાયેલા બંને આરોપીઓ રીઢા ગુનેગારો છે.
દુકાનમાં ઘૂસીને આરોપીઓએ ધમાલ મચાવી હતી
આ બંને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં પાંચ-પાંચ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર કાયદો હાથમાં લેવાની આદત ધરાવતા આ શખ્સોની ધરપકડથી સ્થાનિક વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ધ્રોલ પોલીસે હાલ બંને આરોપીઓનો કબજો લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેમની સામે કાયદેસરના કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

