Jamnagar : સોલાર પ્લાન્ટમાંથી કોપર તથા એલ્યુમિનિયમના વાયરની ચોરી કરનારા 2 લોકો ઝડપાયા, 7,90,300નો મુદ્દામાલ જપ્ત

Jul 30, 2025 - 17:30
Jamnagar : સોલાર પ્લાન્ટમાંથી કોપર તથા એલ્યુમિનિયમના વાયરની ચોરી કરનારા 2 લોકો ઝડપાયા, 7,90,300નો મુદ્દામાલ જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગર સહિત અન્ય જિલ્લામાંથી સોલાર પ્લાન્ટમાંથી કોપર તથા એલ્યુમિનિયમના વાયરની ચોરીને અંજામ આપનાર ગેંગના 2 ઈસમોને જામનગર પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા બાદ તપાસ કરતા સૌરાષ્ટ્ર પંથકની 12 ચોરીની ઘટનાઓના ભેદ પણ ઉકેલાયા છે. આરોપીઓ ગૂગલ મેપમાં સોલાર પ્લાન્ટની જગ્યા સર્ચ કરી લીધા બાદ સર્વે કરીને ફોર વ્હીલરમાં તે સ્થળે પહોંચી ચોરીને અંજામ આપતા હતા.

પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી

જામનગર LCBની ટીમ દ્વારા જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં સોલાર પ્લાન્ટમાં કોપરના વાયર ચોરીના વણ શોધાયેલા ગુના શોધી કાઢવા અંગે જરૂરી વર્ક આઉટ કરી, સાથો સાથ ટેક્નિકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરીને વણશોધાયેલા ચોરીના ગુના શોધી કાઢવા કાર્યરત હતા. આ દરમ્યાન એલ.સી.બીની ટીમને બાતમી મળી હતી કે જામનગર જિલ્લા તથા અન્ય જિલ્લામાં સોલાર પ્લાન્ટમાં કોપર તથા એલ્યુમનીયમના વાયર ચોરીને અંજામ આપનારા ઈસમો લાલપુર તાલુકાના ગોવાણા ગામ તરફથી એક કાર જેનો નંબર-જી.જે.04 ઈએ 2625માં ચોરીનો વાયર લઈ આવી રહ્યા છે. જે હકીકતના આધારે કારમાં બેઠેલા બે ઈસમોને પકડી પાડીને કારમાં રહેલો ચોરીનો કેબલ વાયર કબ્જે કરીને બંને આરોપીઓ (1) મહેશભાઇ ઉર્ફે લાલો મથુરભાઇ મકવાણા અને (2) કલ્પેશભાઈ ઉર્ફે કપુ હિમતભાઇ ડાભીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

7,90,300 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો

પોલીસ દ્વારા તેઓની પૂછપરછ દરમિયાન તેઓના અન્ય 5 સાગરીતો (1) ગોપાલભાઇ નરશીભાઇ વાઘેલા 2) અજયભાઇ પ્રવિણભાઇ ડાભી (3) અલ્પેશભાઈ દિનેશભાઇ કોળી (4) ભરતભાઇ ડુંગરભાઇ વાઘેલા (5) લાલજીભાઈ કલ્યાણભાઈ ચૌહાણને ફરાર જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે પકડલા બંને આરોપીઓ પાસેથી (1) સોલાર પેનર ડી.સી.કનેકટર નંગ-80 કિ.રૂ 5000, (2) કોપર કેબલ વાયર-2400 મીટર કિ.રૂ.75,000 (3) કાર-1 કિ.રૂ 7,00,000 (4) મોબાઈલ ફોન-2 કિ.રૂ 10,000 (5) વાયર કાપવાના કટર મશીન-3-કિ.રૂ.300 મળી ટોટલ કુલ .7,90,300નો મુદ્દા માલ કબજે કરી લીધો છે.

12 જેટલી ચોરીની કરી કબુલાત

જેમાં તેઓએ જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશન, કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક, અમદાવાદ જિલ્લાના ધંધુકા પોલીસ મથક, અમરેલીના બાબરા, રાજકોટ જિલ્લાના ઉપલેટા, જુનાગઢ જિલ્લાના વિસાવદર અને કચ્છના ભચાઉ સહિત 12 જેટલા સોલાર પ્લાન્ટમાંથી તેઓએ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. આ આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી એવી રીતે હતી કે તેઓ તમામ ગુગલ મેપમાં સર્ચ કરીને સોલાર પ્લાન્ટ વાળી જગ્યા ક્યાં આવેલી છે, તેનું સર્વે કરી લીધા બાદ તે મેપના સર્વે કરેલા સ્થળે ફોરવ્હીલરમાં પહોંચી કટર મશીનથી કેબલ વાયરની ચોરી કરતા હતા.  

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0