Jamnagar પંથકના જીવાપર ગામમાં પાણીનો પોકાર, ગ્રામજનોને પાણી નહી મળવાનો આક્ષેપ
જામનગર જિલ્લામાં ઉનાળો શરુ થાય એ પહેલા જ જામનગર પંથકના ગામોમાં પીવાના પાણી અંગે પોકાર ઉઠ્યો છે. જામનગર તાલુકાના જીવાપર ગામમાં 15 દિવસથી ગ્રામજનોને પાણી ના આપવામાં આવતા ગ્રામજનોએ જામનગર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરી છે. પાણી વિના પડે છે તકલીફ આ છે જામનગર તાલુકાનું જીવાપર ગામ જે 4 હજારની વસ્તી ધરાવે છે.આ ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી વિના સ્થાનિકો પરેશાન થઇ રહ્યાં છે. ગત વર્ષ ખુબ જ સારો વરસાદ વરસતા જામનગર જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે અને તમામ ગામોમાં પીવાનું પાણી વિતરણ સ્થાનિક જળાશયો અને નર્મદામાંથી આપવામાં આવે છે. પરંતુ જીવાપર ગામે છેલ્લા આશરે ૧૫ દીવસથી પીવાના પાણી આપવામાં આવતુ નથી. હાલ જીવાપર ગામના તમામ ગ્રામજનોને પીવાના પાણી તથા રોજીંદા પાણીના વપરાશની ખુબજ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ગ્રામ પંચાયત દ્રારા પાણી નહી આપતા હોવાનો આક્ષેપ હાલ તો ઉનાળો શરુ થવાનું નામ લઇ રહયો છે ત્યારે બીજી બાજુ અત્યરાથી જ સ્થાનિક ગ્રામજનો દુર-દુર સુધી કુવા તથા બોરનું પાણી ભરવા જવુ પડે છે. પીવાના પાણી બાબતે સ્થાનીક લેવલે અનેક રજૂઆત કરવા છતા ખોટા બહાના બતાવી ગ્રામજનોને પાણી આપવામાં આવતુ નથી. ગામમાં નર્મદાની પાઈપલાઈન દ્વારા પુષ્કળ પાણી આવતુ હોવા છતા સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી આપવામાં આવતુ નથી. જેથી તાત્કાલીક ધોરણે ઘટતી કાર્યવાહી કરી ગ્રામજનોને પીવાનુ પાણી આપવા રજુઆત ગ્રામજનો દ્વારા જામનગર તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. જોકે આ બાબતે ટી.ડી.ઓ. દ્વારા વહેલામાં વહેલીતકે પાણી આપવામાં આવશે અને આ સમસ્યાનો અંત આવશે તેમ સ્થાનિકોને જણાવ્યું હતું.
![Jamnagar પંથકના જીવાપર ગામમાં પાણીનો પોકાર, ગ્રામજનોને પાણી નહી મળવાનો આક્ષેપ](https://epapercdn.sandesh.com/images/2025/02/13/qBGsMkzI4CcodBFUj09vyBSh52IKRqJKIYrW4IzN.jpg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગર જિલ્લામાં ઉનાળો શરુ થાય એ પહેલા જ જામનગર પંથકના ગામોમાં પીવાના પાણી અંગે પોકાર ઉઠ્યો છે. જામનગર તાલુકાના જીવાપર ગામમાં 15 દિવસથી ગ્રામજનોને પાણી ના આપવામાં આવતા ગ્રામજનોએ જામનગર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પાણી આપવા રજૂઆત કરી છે.
પાણી વિના પડે છે તકલીફ
આ છે જામનગર તાલુકાનું જીવાપર ગામ જે 4 હજારની વસ્તી ધરાવે છે.આ ગામમાં છેલ્લા 15 દિવસથી પાણી વિના સ્થાનિકો પરેશાન થઇ રહ્યાં છે. ગત વર્ષ ખુબ જ સારો વરસાદ વરસતા જામનગર જિલ્લાના તમામ જળાશયો છલકાઈ ગયા છે અને તમામ ગામોમાં પીવાનું પાણી વિતરણ સ્થાનિક જળાશયો અને નર્મદામાંથી આપવામાં આવે છે. પરંતુ જીવાપર ગામે છેલ્લા આશરે ૧૫ દીવસથી પીવાના પાણી આપવામાં આવતુ નથી. હાલ જીવાપર ગામના તમામ ગ્રામજનોને પીવાના પાણી તથા રોજીંદા પાણીના વપરાશની ખુબજ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
ગ્રામ પંચાયત દ્રારા પાણી નહી આપતા હોવાનો આક્ષેપ
હાલ તો ઉનાળો શરુ થવાનું નામ લઇ રહયો છે ત્યારે બીજી બાજુ અત્યરાથી જ સ્થાનિક ગ્રામજનો દુર-દુર સુધી કુવા તથા બોરનું પાણી ભરવા જવુ પડે છે. પીવાના પાણી બાબતે સ્થાનીક લેવલે અનેક રજૂઆત કરવા છતા ખોટા બહાના બતાવી ગ્રામજનોને પાણી આપવામાં આવતુ નથી. ગામમાં નર્મદાની પાઈપલાઈન દ્વારા પુષ્કળ પાણી આવતુ હોવા છતા સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી આપવામાં આવતુ નથી. જેથી તાત્કાલીક ધોરણે ઘટતી કાર્યવાહી કરી ગ્રામજનોને પીવાનુ પાણી આપવા રજુઆત ગ્રામજનો દ્વારા જામનગર તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી છે. જોકે આ બાબતે ટી.ડી.ઓ. દ્વારા વહેલામાં વહેલીતકે પાણી આપવામાં આવશે અને આ સમસ્યાનો અંત આવશે તેમ સ્થાનિકોને જણાવ્યું હતું.