Jamnagar: દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે, 3ના મોત

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યાં હતાં. ત્યાં જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત થયાં છે.દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રકચાલકે કચડ્યાપોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી અત્યારે કાર્યવાહી હાથ ધરી દીધી છે. કારણ કે, જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની અને પદયાત્રીઓને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેને શોધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે. આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો.પદયાત્રીઓ મૂળ પાટણ જિલ્લાના બકુત્રા ગામનાજોડીયા તાલુકાના બલંભા ગામના પાટિયા પાસે બેફામ ટ્રક ચાલકે ત્રણ મહિલાને અડફેટે  લેતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે જોડીયા પોલીસને જાણ થતા તુરંત ઘટના સ્થળે દોડી જઇ ત્રણેય મૃતક અંગે તપાસ હાથ ધરી છે. ત્રણે મહિલા મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના છે. ત્રણેય મૃતકો નામ છાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ત્રણેય મહિલા પગપાળા દ્વારકા દર્શને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. બનાવ બનતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Jamnagar: દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રક ચાલકે લીધા અડફેટે, 3ના મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યાં હતાં. ત્યાં જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત થયાં છે.

દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રકચાલકે કચડ્યા

પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી અત્યારે કાર્યવાહી હાથ ધરી દીધી છે. કારણ કે, જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની અને પદયાત્રીઓને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેને શોધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે. આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો.

પદયાત્રીઓ મૂળ પાટણ જિલ્લાના બકુત્રા ગામના

જોડીયા તાલુકાના બલંભા ગામના પાટિયા પાસે બેફામ ટ્રક ચાલકે ત્રણ મહિલાને અડફેટે  લેતા મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે જોડીયા પોલીસને જાણ થતા તુરંત ઘટના સ્થળે દોડી જઇ ત્રણેય મૃતક અંગે તપાસ હાથ ધરી છે. ત્રણે મહિલા મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બકુત્રા ગામના છે. ત્રણેય મૃતકો નામ છાનુબેન બકુતરિયા, રૂડીબેન બકુતરિયા અને સેજુબેન બકુતરિયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. આ ત્રણેય મહિલા પગપાળા દ્વારકા દર્શને જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. બનાવ બનતા પરિવારમાં માતમ છવાયો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.