Jamnagar : દારૂડિયા રિક્ષાચાલકનો આતંક, 2 વ્યક્તિ અને 4 વાહનોને અડફેટે લીધાં; લોકોએ મેથીપાક ચખાડ્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જામનગરમાં દિવાળીના તહેવાર દરમિયાન દારૂના નશામાં વાહન ચલાવવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના ડિકેવી સર્કલ નજીક એક રિક્ષાચાલકે બેફામ રીતે રિક્ષા હંકારતાં 2 વ્યક્તિ સહિત 3થી 4 પાર્ક કરેલાં વાહનોને અડફેટે લીધાં હતાં. આ બનાવને પગલે સ્થળ પર અફરાતફરી મચી હતી અને રાહદારીઓમાં ગભરાટ ફેલાઇ ગયો હતો
પાર્ક કરેલાં વાહનોને અડફેટે લીધાં
મળતી વિગતો મુજબ, ડિકેવી સર્કલ પાસે રિક્ષાચાલકે કાબૂ ગુમાવીને રસ્તા પર પાર્ક કરેલાં 3થી 4 વાહનોને અડફેટે લીધાં હતાં. આ દરમિયાન રસ્તા પર રહેલા 2 વ્યક્તિઓને પણ રિક્ષાની ટક્કર વાગી હતી. અચાનક બનેલી ઘટનાને કારણે આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.
ભાગવા જતાં લોકોએ રિક્ષાચાલકને પકડ્યો
અકસમાત સર્જાયા બાદ રિક્ષાચાલક રિક્ષામાંથી ઉતરીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, સ્થળ પર હાજર લોકોએ તેને પકડી લીધો હતો. રિક્ષાચાલક દારૂના નશામાં હોવાની જાણ થતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ઉશ્કેરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો.પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે રિક્ષાચાલકને કબજામાં લઈ તેની ધરપકડ કરી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તહેવારના માહોલમાં નશાની હાલતમાં વાહન ચલાવવાના આ બનાવે ફરી એકવાર રસ્તા પરની સુરક્ષા સામે સવાલો ઊભા કર્યા છે.
આ પણ વાંચો : Explainer : અમેરિકામાં ડેમોક્રેટ્સની સરસાઈથી ટ્રમ્પ સામે 5 મોટા પડકાર, ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો, ભારતને શું અસર ?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

