Jamnagar Palika Election 2025: ભાજપે સેન્સ પ્રક્રિયા કરી શરૂ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

Jan 27, 2025 - 17:00
Jamnagar Palika Election 2025: ભાજપે સેન્સ પ્રક્રિયા કરી શરૂ, કાર્યકરોમાં ભારે ઉત્સાહ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

જામનગરમાં આગામી નગરપાલિકાની ચૂંટણીઓમાં ભાજપે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે ભાજપના વિભાવરીબેન દવે, દિલીપ પટેલ અને પ્રશાંત કોરાડની ત્રણ સભ્યોની નિરીક્ષકની ટીમ દ્વારા જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કાર્યકરોએ 3 નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી

વધુમાં તેઓએ જણાવ્યું કે જે પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ છે, પાર્ટીના કાર્યકરોનું કહેવું છે કે વિકાસ કામોની સાતત્યપૂર્ણ પ્રગતિને કારણે તેઓ ચૂંટણીમાં ભાગ લેવા માટે પ્રેરિત થયા છે. નોંધપાત્ર બાબત એ છે કે કાર્યકરોએ ટિકિટ ન મળે તો પણ પાર્ટી પ્રત્યેની વફાદારી જાળવી રાખવાની અને ત્રણ નગરપાલિકામાં ભાજપને પૂર્ણ બહુમતી અપાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. નિરીક્ષક દ્વારા કાર્યકરોના અભૂતપૂર્વ પ્રતિસાદને આવકારતા જણાવ્યું કે, આ સેન્સ પ્રક્રિયા દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે, જેથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મજબૂત ઉમેદવારો સાથે ચૂંટણી લડી શકાય અને નગરપાલિકાઓમાં ભાજપની સત્તા સ્થાપિત થાય.

બોટાદમાં ભાજપ દ્વારા યોજાઈ સેન્સ પ્રક્રિયા

બીજી તરફ બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા યોજાઈ છે. કુલ 150 જેટલા દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. પાર્ટીના ફોરમ મુજબ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, રક્ષાબેન બોળીયા રાજકોટ પૂર્વ મેયર, રાજુભાઈ શુક્લ અરવલ્લી જિલ્લા પ્રભારી એમ ત્રણ નિરીક્ષકે તમામ દાવેદારોને સાંભળ્યા છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0